શિખર ધવનને એક ખેલાડીએ આપી ખુલી ચેલેન્જ, દમ હોય તો પોતાનાથી બહેતર કરી દેખાડે, કોણ છે આ ખેલાડી ? જાણો ?

રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન છે, તો શિખર ધવન દિલ્હી કેપીટલ્સનો ઓપનર બેટ્સમેન. જ્યારે આ બંને ભારતીય ક્રિકેટર ટીમ ઇન્ડીયા માટે રમે છે, તો વિરોધી ટીમ પર તુટી પડવાનો આધાર પણ આ બંને પર જ હોય છે. જો કે હાલમાં બંને એક બીજાને ચેલેન્જ કરતા જોવા મળી રહ્યા છે. રોહિત શર્માએ, ટીમ ઇન્ડિયાના પોતાના ઓપનીંગ […]

શિખર ધવનને એક ખેલાડીએ આપી ખુલી ચેલેન્જ, દમ હોય તો પોતાનાથી બહેતર કરી દેખાડે, કોણ છે આ ખેલાડી ? જાણો ?
Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Oct 10, 2020 | 2:35 PM

રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન છે, તો શિખર ધવન દિલ્હી કેપીટલ્સનો ઓપનર બેટ્સમેન. જ્યારે આ બંને ભારતીય ક્રિકેટર ટીમ ઇન્ડીયા માટે રમે છે, તો વિરોધી ટીમ પર તુટી પડવાનો આધાર પણ આ બંને પર જ હોય છે. જો કે હાલમાં બંને એક બીજાને ચેલેન્જ કરતા જોવા મળી રહ્યા છે.

રોહિત શર્માએ, ટીમ ઇન્ડિયાના પોતાના ઓપનીંગ પાર્ટનર શિખર ધવનને ચેલેન્જ કરી છે. આ ચેલેન્જનુ નામ છે, સહી હૈ ચેલેન્જ. આના મારફતે રોહિત શર્માએ, શિખર ધવનને જે પોતે કરી રહ્યો છે, તેના કરતા ચઢીયાતુ પ્રદર્શન કરી દેખાડવા માટે કહ્યુ છે. રોહિતે ધવનને નોમિનેટ કરતો પોતાનો ચેલેન્જ દર્શાવતો વિડીયો શેર કર્યો છે. જેમાં તે ક્રિકેટના બોલને, બેટથી બાઉન્સ કરી રહ્યો છે. પછી આ જ ચીજ ધવનને વધુ ચઢીયાતી કરવા માટે ચેલેન્જ કરી રહ્યો છે. જો કે આ ચેલેન્જનુ પરીણામે કેવુ આવશે એ તો હવે ધવન તરફથી આવનારા જવાબ પછી જ ખ્યાલ આવશે..

લીગમાં રોહિત અને ધવનની ટીમ ટોપ પર.

સાથે સાથે એ પણ બતાવી દઇએ કે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડિયન્સ ની ટીમ ટી-20 લીગમાં શ્રેષ્ઠ કરી રહી છે. છ માંથી ચાર મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પણ ટોપર ટીમ બની ચુકી છે. તો વળી શિખર ધવન જે ટીમમાંથી રમી રહ્યા છે તે દિલ્હી કેપીટલ્સ પણ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. દિલ્હીએ છમાંથી પાંચ મેચ જીતી છે અને એટલે જ આ ટીમ પ્લેઓફ માટે ની રેસમાં નંબર વન સ્થાન પર ચાલી રહી છે.

આ પણ વાંચોઃમેકસવેલની રમત મને સમજાતી નથી, ત્રણ વર્ષથી 50 નથી કર્યા અને ચૂકવાય છે મોટી રકમ, આવતા વર્ષે માંડ એકાદ કરોડમાં વેચાશેઃ સેહવાગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati