અભિનેત્રી અમૃતા રાવ અને રવિના ટંડને જયપુરના તીરંદાજ અર્જુન માટે એકઠા કર્યા 3 લાખ રૂપિયા, હવે પુરા થશે સ્વપ્ન

અભિનેત્રી રવિના ટંડન, અમૃતા રાવ અને તેના પતિ આરજે અનમોલ સહિત બોલિવૂડના ઘણા સ્ટાર્સે જયપુરના રાષ્ટ્રીય કક્ષાના તીરંદાજ અર્જુન માટે પૈસા એકત્ર કરવા માટેની પહેલ કરી છે.

અભિનેત્રી અમૃતા રાવ અને રવિના ટંડને જયપુરના તીરંદાજ અર્જુન માટે એકઠા કર્યા 3 લાખ રૂપિયા, હવે પુરા થશે સ્વપ્ન

અભિનેત્રી રવિના ટંડન, અમૃતા રાવ અને તેના પતિ આરજે અનમોલ સહિત બોલિવૂડના ઘણા સ્ટાર્સે જયપુરના રાષ્ટ્રીય કક્ષાના તીરંદાજ અર્જુન માટે પૈસા એકત્ર કરવા માટેની પહેલ કરી છે. અર્જુનને દેશનું તીરંદાજીમાં પ્રતિનિધિત્વ કરવું છે અને આના માટે યોગ્ય ઉપકરણોની તેમને કમી હતી. 26 વર્ષીય અર્જુન યાદવના પિતા પ્લમ્બર છે, જેમણે લોકડાઉન દરમિયાન ખૂબ જ ખરાબ સમય પસાર કર્યો. જેને કારણે તે પોતાના સ્વપ્નથી દૂર થવા લાગ્યા. પરંતુ તે ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકપ્રિય રેડિયો જોકી અનમોલ સુધી પહોંચ્યા અને બાદમાં આ આરજેએ તેના માટે ફંડ એકઠું કરવાનું શરુ કર્યું. જેની સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી.

 

 

 

આ પ્રયત્નો આખરે ફળ્યા અને ત્રણ દિવસની અંદર 130 કરતાં વધુ લોકોએ 3,00,000 રૂપિયાથી વધુ ફંડ આપ્યું. આ રૂપિયાનો ઉપયોગ અર્જુન માટે ધનુષ અને તીર ખરીદવા માટે કરવામાં આવ્યો છે. અમૃતાએ કહ્યું કે “હું સ્વપ્ન પૂરા કરવા માટે ધનુષ અને બાણ ન ખરીદી શકતા યુવાન અર્જુન વિશે જાણીને ભાવુક થઈ ગઈ. આ અભિયાન શાનદાર હતું અને મેં મારું નાનકડું યોગદાન એમાં આપ્યું છે.” ત્યારે રવિના ટંડને કહ્યું, “આરજે અનમોલે રાષ્ટ્રીય તીરંદાજી અર્જુન યાદવ માટે શરૂ કરેલા આ વિશેષ અભિયાનમાં જોડાઈને હું ખૂબ જ ખુશ છું.” અર્જુને કહ્યું કે તેનું લક્ષ્ય પૂર્ણ થયું હતું અને તેને વીડિયો કોલ પર પોતાનાં ઉપકરણો બતાવવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: દિલ્હીમાં ઈઝરાયલ દુતાવાસ બહાર વિસ્ફોટ બાદ મહારાષ્ટ્રમાં સુરક્ષા વધારાઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati