T-20: બેંગ્લોર પોતાનો વિજય રથ આગળ વધારવા અને પંજાબ હારની ખાધેલી ઠોકર સાથે આજે મેદાનમાં ઉતરશે

ટી-20 લીગની તેરમી સિઝનની છઠ્ઠી મેચ દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ પર યોજાશે. કીંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેગલુરુ વચ્ચે 24મી સપ્ટેમ્બરે મેચ યોજાશે. બંને ટીમો એક એક મેચ રમી ચુકી છે. કેએલ રાહુલની કેપ્ટન્શી ધરાવતી પંજાબે દિલ્હી કેપીટલ્સ સામેની મેચ રમવા દરમ્યાન સુપર ઓવરનો સામનો કરવો પડ્યો હતો. સુપર ઓવરમાં પંજાબે હારનો સામનો કરવો […]

T-20: બેંગ્લોર પોતાનો વિજય રથ આગળ વધારવા અને પંજાબ હારની ખાધેલી ઠોકર સાથે આજે મેદાનમાં ઉતરશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 24, 2020 | 7:27 AM

ટી-20 લીગની તેરમી સિઝનની છઠ્ઠી મેચ દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ પર યોજાશે. કીંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેગલુરુ વચ્ચે 24મી સપ્ટેમ્બરે મેચ યોજાશે. બંને ટીમો એક એક મેચ રમી ચુકી છે. કેએલ રાહુલની કેપ્ટન્શી ધરાવતી પંજાબે દિલ્હી કેપીટલ્સ સામેની મેચ રમવા દરમ્યાન સુપર ઓવરનો સામનો કરવો પડ્યો હતો. સુપર ઓવરમાં પંજાબે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વિરાટ કોહલીની કેપ્ટની વાળી ટીમ આરસીબીએ તેની પાછળની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આસાનીથી હરાવી દીધુ હતુ. આરસીબીની ટીમ આ સિઝનમાં ખુબ જ સંતુલન ધરાવતી ટીમ તરીકે જોવામાં આવી રહી છે. પહેલી મેચમાં જ જીતને લઇને ટીમનુ મનોબળ પણ ખાસ્સુ વધી ચુક્યુ છે, તો કિંગ્સ ઇલેવન પંજાબને તેની પહેલી મેચ થી ઘણુ બધુ શિખવા મળ્યુ છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શરુઆતની મેચમાં જ શોર્ટના રન વિવાદાસ્પદ નિર્ણય ને ભુલીને પંજાબે તેની શાનદાર રમત દાખવવી પડશે. પંજાબે પહેલી જ મેચમાં ક્રિસ ગેઇલને મોકો આપ્યો નહોતો. જોકે હવે આરસીબી ની મજબુત ટીમ સામે ગેઇલ ને મોકો અપાશે કે કેમ તેની પર પણ ચાહકોની નજર ટીકી છે. દસ રનથી વિજેતા થઇને બીજી મેચમાં રમવા ઉતરનારી આરસીબીને પણ ઉમ્મીદો બંધાઇ છે કે આ વર્ષની સિઝન તેના માટે સારી નિવડી શકે છે. દેવદત્ત પડિક્કલે અર્ધ શતક પારી રમીને ટી-20 લીગનુ કેરીયર શરુ કર્યુ હતુ. હજુ તેની પર લોકોની નજર રહેશે કારણ કે તેણે પણ તેની રમતના દેખાની આશાઓ જગાવી છે. આરોન અને કોહલી પણ ગત મેચમાં સારા તાલ મેલમાં નજર આવ્યા હતા ને ગુરુવારે પણ તેઓ ક્રિઝ પર રહેવા માટે બેતાબ હશે..

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બોલીગની બાબતે આરસીબી ને માટે યુઝવેન્દ્ર ચહલ ખાસ રહેશે. સોમવારે મળેલી જીતમાં આ લેગ સ્પિનર નો દેખાવ ખુબ સારો રહ્યો હતો અને તે મેન ઓફ ધ મેચ પણ રહી ચુક્યો છે. ક્રિસ મોરીસ ઘાયલ હોવાને કારણે હજુ પણ મેદાનથી બહાર રહેશે. તેને માંસ પેશીઓમાં ખેંચાણ થવાથી ઇજા પહોંચી છે. મોરીસને ઓલરાઉન્ડર તરીકે દસ કરોડ રુપીયામાં ખરીદવામાં આવ્યો હતો. ઉમેશ યાદવને રન આપવાનુ ભારે પડી શકે છે અને તેનો વિકલ્પ મહમંદ સિરાઝ પણ બની શકે છે. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઇન અલી ને પણ મધ્યમક્રમમાં ફીટ કરી શકાય છે કે નહી તે પણ જોવુ રહ્યુ.

કિંગ્સ ઇલેવન પંજાબને માટે મયંક અગ્રવાલ એક સારા ફોર્મમાં છે. જોકે તે પહેલી મેચમાં નિરાશ હતો કે જીત માટે જરુરી એક રન ના બનાવી શક્યો.  રાહુલ, ગ્લેન મૈક્સવેલ અને નિકોલસ પણ સારુ પ્રદર્શન કરી શકે છે, કારણ કે તેઓ હરીફ ટીમ પાસે થી કોઇ પણ ક્ષણે મેચને પડાવી લેવાની ક્ષમતા છે. ક્રિસ ગેઇલ જેવો હિટર બેટ્સમેન જો પરત ફરી શકે છે અને ઓલરાઉન્ડર જેમ્સ નિશામ ને પણ તકની આશા છે. પંજાબ તેની પહેલી મેચમાં ટીમ એક સમયે એકદમ મજુબત સ્થિતીમાં નજર આવી રહી હતી. પરંતુ ત્યાર બાદ એક પછી એક મિડલ ઓર્ડર બેટ્સમેનો પેવેલીયન પરત ફરવા લાગ્યા હતા. આમ ટીમ મુશ્કેલ સ્થિતીમાં આવી ચુકી હતી. બોલીંગની વાત કરવામાં આવે તો શેલ્ડન કોટરેલ અને મહમંદ શામીએ ખુબ સારુ પ્રદર્શન કર્યુ હતુ. જોકે ક્રિસ જોર્ડને નિરાશ કર્યા હતા.  રવિ બિસ્નોઇએ પણ દિલ્હીની સામે ની મેચમાં સારા એવા પ્રભાવિત કર્યા હતા.  તે ગુરુવારે આત્મવિશ્વાસ થી ભરેલા હશે.

એક નજર એ પણ કરીએ કે ગુરુવારની મેચમાં બંને ટીમોની પ્લેયીંગ ઇલેવન કેવી હોઇ શકે છે.

કિંગ્સ ઇલેવન પંજાબઃ લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ વિરાટ કોહલી કેપ્ટન, આરોન ફીંચ, દેવદત્ત પડીકલ, એબી ડીવીલીયર્સ, શિવમ દુબે,જોશ ફિલિપ, વોશિંગ્ટન સુંદર, નવદિપ સૈની, ઉમેશ યાદવ, ડેલ સ્ટેન અને યુઝવેન્દ્ર ચહલ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">