IPLના ઈતિહાસમાં ક્રિકેટની કઇ ટીમોએ ખડક્યા હતા રનના ઢગલા, કઈ પાંચ ટીમોએ સર્જ્યા હતા રનના પહાડ, વાંચો IPLનાં ધુરંધરોનાં રેકોર્ડ

રોમાંચથી ભરપુર ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન શરૂ થવામાં હવે થોડાક જ દિવસોની વાર છે. ક્રિકેટના ખેલાડીઓ પણ આ મહાજંગ માટે કમર કસતી તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ ખાસ વાત એ પણ છે કે, IPLમાં દર વર્ષે ઘણાં રેકોર્ડ્સ બને છે અને તે તૂટી પણ જાય છે. IPL એ બેટ્સમેનની રમત માનવામાં આવે છે અને […]

IPLના ઈતિહાસમાં ક્રિકેટની કઇ ટીમોએ ખડક્યા હતા રનના ઢગલા, કઈ પાંચ ટીમોએ સર્જ્યા હતા રનના પહાડ, વાંચો IPLનાં ધુરંધરોનાં રેકોર્ડ
https://tv9gujarati.in/ipl-na-itihas-ma…ndharo-ni-itihas/
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:03 PM

રોમાંચથી ભરપુર ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન શરૂ થવામાં હવે થોડાક જ દિવસોની વાર છે. ક્રિકેટના ખેલાડીઓ પણ આ મહાજંગ માટે કમર કસતી તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ ખાસ વાત એ પણ છે કે, IPLમાં દર વર્ષે ઘણાં રેકોર્ડ્સ બને છે અને તે તૂટી પણ જાય છે.

IPL TEAM RECORD

IPL એ બેટ્સમેનની રમત માનવામાં આવે છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એક કરતા વધુ બેટ્સમેન છે જે બોલરોને હંફાવી લેનારા સાબિત થયા છે તો શરૂઆત પહેલાં જ જાણી લો IPL ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કઈ ટીમે કર્યો છે અને કઇ ટીમોએ કઇ ટીમના બોલરોને હંફાવી દીધા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

IPL TEAM RECORD

1. વર્ષ 2013, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. પુણે વોરિયર્સ

વર્ષ 2013માં, RCBની ટીમે 23 એપ્રિલે પૂણે વોરિયર્સ સામે 263 નો T20 નાં રનના પહાડ સમાન સ્કોર બનાવ્યો હતો. જે આઈપીએલના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સૌથી મોટો સ્કોર છે.

ક્રિકેટના પ્રેમીઓને રોમાંચીત કરી દેનારી આ મેચમાં ક્રિસ ગેઈલે 66 બોલમાં 175 રન બનાવ્યા હતા. ગેઈલે તેની ઇનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને કુલ 17 છગ્ગા ફટકાર્યા હતા, તેનો સ્ટ્રાઇક રેટ પણ 265 ની ઉપર હતો. રનનો પહાડ બનાવી પહેલા થી જ જીત પાકી કરનાર RCB આ મેચ 130 રને જીતવામાં સફળ રહી હતી.

2. વર્ષ 2016, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. ગુજરાત લાયન્સ

આવી જ બીજી રોમાંચીત મેચ જે વર્ષ 2016 માં રમાઇ હતી. RCBની ટીમ દ્રારા બીજો સૌથી વધુ સ્કોર પણ ટૂર્નામેન્ટમાં બનાવ્યો હતો. RCB ની ટીમે 14 મેએ રમાયેલી મેચમાં 248 રન બનાવ્યા હતા. જેમાં RCB કેપ્ટન વિરાટ કોહલીની 55 બોલમાં 109 અને એબી ડી વિલિયર્સની 129 રનની તોફાની ઇનિંગ્સ શામેલ છે.

IPL TEAM RECORD

3. વર્ષ 2010, ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. રાજસ્થાન રોયલ્સ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ માનવામાં આવે છે. ત્રણ વખત IPL ટાઇટલ વિજેતા RCB ટીમે 3 એપ્રિલ 2010 ના રોજ રાજસ્થાન રોયલ્સ સામેના મુકાબલામાં 246 નો સ્કોર ખડક્યો હતો. જે મેચમા મુરલી વિજયે 127 રન ફટકાર્યા હતા જ્યારે એલ્બી મોર્કેલે 34 બોલમાં 62 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.

IPL TEAM RECORD

4. વર્ષ 2018, કોલકાતા નાઈટ રાઇડર્સ વિ. કિંગ્સ ઇલેવન પંજાબ

વર્ષ 2018 IPLની 44 મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 245 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણ (75) અને કેપ્ટન દિનેશ કાર્તિકે (50) વ્યક્તિગત સ્કોર નોધાવ્યો હતો.

5. વર્ષ 2008 ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. કિંગ્સ ઇલેવન પંજાબ

મહેન્દ્રસિંહ ધોનીની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે 19 એપ્રિલે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 2008 ની પ્રથમ સીઝનમાં 240 રન બનાવ્યા હતા. જેમા માઇક હસી દ્રારા 54 બોલમાં 116 રનની ઇનિંગનો સમાવેશ હતો. ઉપરાંત સુરેશ રૈનાએ ફક્ત 13 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ્સ પણ રમી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">