આ દિગ્ગજ ખેલાડીના પ્રદર્શનથી બુમરાહ ખુબ જ ખુશ, ફોટો પોસ્ટ કરીને કહ્યુ, સતત થઇ રહ્યા છો શ્રેષ્ઠ

ક્રિકેટની પિચ પર પોતાની ધારદાર બોલીંગ અને એકદમ અલગ જ એકશન ને કારણે જસપ્રિત બુમરાહે, એક્સપર્ટ થી લઇને પ્રશંસકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. બમરાહની બોલીંગના દિવાનાઓની કમી નથી, અને સમયની સાથે સાથે તે પહેલા થી પણ વધારે ખતરનાક થઇ રહ્યો છે. જોકે બુમરાહ પોતે જ એક એવા ખેલાડીનો દિવાનો છે, જેની પર વધતી […]

આ દિગ્ગજ ખેલાડીના પ્રદર્શનથી બુમરાહ ખુબ જ ખુશ, ફોટો પોસ્ટ કરીને કહ્યુ, સતત થઇ રહ્યા છો શ્રેષ્ઠ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 24, 2020 | 9:09 AM

ક્રિકેટની પિચ પર પોતાની ધારદાર બોલીંગ અને એકદમ અલગ જ એકશન ને કારણે જસપ્રિત બુમરાહે, એક્સપર્ટ થી લઇને પ્રશંસકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. બમરાહની બોલીંગના દિવાનાઓની કમી નથી, અને સમયની સાથે સાથે તે પહેલા થી પણ વધારે ખતરનાક થઇ રહ્યો છે. જોકે બુમરાહ પોતે જ એક એવા ખેલાડીનો દિવાનો છે, જેની પર વધતી ઉંમરની કોઇ જ અસર જોવા મળતી નથી. ભારતીય ઝડપી બોલરે આ ખેલાડીના પ્રત્યે પોતાનો પ્યાર એક વાર ફરી થી સોશિયલ મિડીયા પર જાહેર કર્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારતીય બોલીંગ આક્રમણના મુખ્ય હથીયાર બુમરાહ સ્વિડનના દિગ્ગજ ફુટબોલર ઝ્લાટાન ઇબ્રાહિમોવિચ નો મોટો ફેન છે. ઇબ્રાહિમોવિચ થી પ્રેરણા લઇને બુમરાહ પોતાને લગાતાર શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ કરતો રહે છે. આવામાં જ્યારે આ દિગ્ગજ ફુટબોલર મેદાન પર શાનદાર પ્રદર્શન કરતો હોય, તો તેના અન્ય પ્રશંસકોની માફક જ બુમરાહ પણ પોતાની ખુશી દર્શાવવાનુ ચુકતો નથી.

ઇટાલીની ક્લબ એસી મિલાન ના માટે રમવા વાળો ઇબ્રાહિમોવિચ એ રવિવારે પોતાની ટીમ માટે બે ગોલ કરીને સિરી એ મના એક મહત્વના મુકાબલામાં નાપોલી સામે મોટી જીત અપાવી હતી. ઇબ્રાહિમોવિચ ના આ પ્રદર્શન બાદ બુમરાહે પણ ખુશી દર્શાવી હતી અને પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર એક તસ્વીર પણ પોસ્ટ કરી હતી. આ સાથે જ તેણે લખ્યુ હતુ કે, લગાતાર શ્રેષ્ઠ થતા રહો છો.

ઇબ્રાહિમોવિચ 39 વર્ષનો છે અને તે હજુ પણ દુનિયાની મોટી ફુટબોલ લીગમાં લગાતાર ગોલ કરી રહ્યો છે. મિલાન ની તરફ થી રમી રહેલો ઇબ્રાહિમોવિચ આ સિઝનમાં અત્યાર સુધીની ફક્ત છ મેચોમાં દશ ગોલ કરી દીધા છે. ગોલના મામલામાં તે સિઝનમાં સૌથી આગળ છે. તેના પ્રદર્શનની મદદ થી જ મિલાનનુ પ્રદર્શન પણ પાછળના સિઝનના અંત થી સતત સારુ થઇ રહ્યુ છે. જોકે નાપોલીની સામે મેચ દરમ્યાન ઇબ્રાહિમોવિચ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને મેદાન છોડીને બહાર જવુ પડ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">