WTC Final Prediction : સાઉથમ્પ્ટનમાં આજે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામ જીતવા મેદાને ઉતરશે ટીમ ઇન્ડીયા

રેડ બોલ અને વ્હાઇટ વસ્ત્રો ધરાવતી રમતનુ આકર્ષણ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) ને અનેક ઘણુ વધી ચુક્યુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે જામનારો જંગ પાંચ દિવસ ચાલશે.

WTC Final Prediction : સાઉથમ્પ્ટનમાં આજે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામ જીતવા મેદાને ઉતરશે ટીમ ઇન્ડીયા
Kane Williamson-Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 18, 2021 | 11:07 AM

ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામ ખેલાવાને આડે હવે સમય ગણતરીનો જ આડે રહ્યો છે. રોમાંચની જોવાઇ રહેલી રાહ હવે ખતમ થવાને આરે છે. રેડ બોલ અને વ્હાઇટ વસ્ત્રો ધરાવતી રમતનુ આકર્ષણ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) ને અનેક ઘણુ વધી ચુક્યુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે જામનારો જંગ પાંચ દિવસ ચાલશે. વરસાદના વિઘ્નને લઇને મેચ છઠ્ઠા દિવસે પણ રમાઇ શકે છે. સાઉથમ્પ્ટન (Southampton)માં રમાનારી મેચ માં વરસાદનુ પણ સંકટ પાંચમાંથી ચાર દિવસ રહેનારુ છે.

ભારતીય સમયાનુસાર બપોરે 2.30 કલાકે ટોસ ઉછળનારો છે. ટોસ કોને લાભ કરાવશે તેની પણ ઉત્સુકતા વર્તાઇ રહી છે. સાઉથમ્પ્ટનના હવામાન અને મેદાનને લઇને ટોસ પણ મેચમાં મહત્વનુ પાસુ રહેનારુ છે. ફાઇનલ મેચ તટસ્થ સ્થાને રમાનારી છે અને આગળના પાંચ દિવસ દરમ્યાન બંને ટીમોએ શ્રેષ્ઠ રમત દર્શાવવી પડશે.

સાઉથમ્પ્ટનમાં ઇતિહાસ બદલવો પડશે

ઇતિહાસ રચવા માટે કંઇક નવુ કરવુ પડતુ હોય છે. સાઉથમ્પ્ટનમાં ટીમ ઇન્ડીયા (Team India) એ પણ આવુ જ કંઇક કરવુ પડશે. ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમ એક માત્ર એવી ટીમ છે, જેને સાઉથમ્પ્ટનમાં રમેલી ટેસ્ટમાં હંમેશા હાર મળી છે. 2014માં ટીમ ઇન્ડીયાએ ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન પ્રથમ વખત અહી ટેસ્ટ મેચ રમી હતી. 2018માં ફરી થી અહી મેચ રમી હતી. બંને વાર ભારતીય ટીમે હાર મેળવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જોકે 2014 અને 2018માં બંને વખત ભારતે ઇંગ્લેંડ સામે મેચ રમી હતી. આ વખતે ન્યુઝીલેન્ડનો સામનો કરવાનો છે. મેચ બંનેમાંથી એકેય ટીમ ઘરેલુ નથી અને ટૂર્નામેન્ટ આઇસીસીની છે, આમ પિચ આંતરરાષ્ટ્રીય ધોરણસરની હશે. પિચ એવી હશે કે, જેમાં બંન ટીમોનુ વર્ચસ્વ બરાબરીનુ રહેશે. જોકે હવે જોવાનુ એ રહે છે કે, કોણ કોની પર ભારે પડે છે. વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમે સાઉથમ્પ્ટનમાં તેમનો ઇતિહાસ બદલીને ફાઇનલ જીતવી પડશે.

ફાઇનલ સુધીની સફર

ટેસ્ટ ક્રિકેટના વિશ્વકપ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ એ પોતાનુ સ્થાન ઘરઆંગણે સિરીઝ રમીને પાક્કુ કર્યુ છે. જ્યારે ટીમ ઇન્ડીયાએ પોતાના આંગણાં ઉપરાંત વિદેશી પિચો પર પણ રમત દર્શાવી છે. ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલીયામાં ઇતિહાસ રચ્યો હતોય આ પહેલા વેસ્ટઇન્ડીઝને તેના ઘરઆંગણે હરાવ્યુ હતુ. જ્યારે ન્યુઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટની નંબર વન ટીમ ફાઇનલ પહેલા બની છે. પરંતુ આ ઇવેન્ટમાં સૌથી વધારે 5 વખત ઇનીંગ થી જીત મેળવવાનો રેકોર્ડ ભારતના નામે છે.

ન્યુઝીલેન્ડ પર હંમેશા ભારત ભારે

વિરાટ કોહલીની કેપ્ટનશીપના આંકડા હોય કે પછી ઓવર ઓલ રેકોર્ડ. બંને પરીસ્થિતીઓમાં ટીમ ઇન્ડીયાનુ પરફોર્મન્સ ન્યુઝીલેન્ડ પર ભારે છે. ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ભારત અને ન્યુઝીલેન્ડ બંને 59 વખત આમને સામને થયા છે. જેમાં 21 વખત ભારતે બાજી મારી છે, જ્યારે 12 વખત ન્યુઝીલેન્ડ ની જીત થઇ છે. 26 મેચના પરીણામ ડ્રો રહ્યા હતા. ફક્ત વિરાટ કોહલીની આગેવાનીમાં રમાયેલી ટેસ્ટ મેચો પર નજર કરીએ તો. બંને ટીમો 5 વખત ટકરાઇ છે. જેમાં 3 વખત ભારત અને 2 વખત ન્યુઝીલેન્ડ જીત્યુ છે.

આક્રમણ કરીને જીતીશુ-કોહલી

આમ તો ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ મેચમાં ભારે માનવામાં આવી રહી છે. પરંતુ ટુર્નામેન્ટમાં બે મેચ બંને દેશો વચ્ચે રમાઇ છે, જે બંને મેચ ભારતે ગુમાવી છે. જોકે હવે ફાઇનલ મેચનુ દબાણ અલગ છે. આગળના પાંચ દિવસ જે શાનદાર રમત રમશે, તે ચેમ્પિયન બનશે. જેમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ છે, રમત એટેકીંગ રહેશે. રણનીતી આક્રમણ રહેશે. બસ આ માઇન્ડ સેટ સાથે મેદાન મારતા ટેસ્ટ ક્રિકેટના પહેલા વિશ્વ ચેમ્પિયન બનવાની કહાની લખવાની છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">