WTC Final: ટૂર્નામેન્ટમાં ભારત કે ન્યુઝીલેન્ડ બંનેમાંથી કયા દેશનાં બેટ્સમેનોનો રહયો છે દમ, જાણો

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ સાઉથમ્પ્ટનમાં 18 જૂન થી રમાશે. ટેસ્ટ ની શાનદાર ટક્કરને આડે હવે ત્રણેક દિવસનો જ સમય રહ્યો છે. આવી સ્થિતીમાં હવે તમામ પાસાઓ પર બારીકાઇ થી નજર ફેન્સ થી માંડી વિશ્લેષકો રાખી રહ્યા છે.

WTC Final: ટૂર્નામેન્ટમાં ભારત કે ન્યુઝીલેન્ડ બંનેમાંથી કયા દેશનાં બેટ્સમેનોનો રહયો છે દમ, જાણો
Ken Williamson-Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 15, 2021 | 4:24 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ સાઉથમ્પ્ટનમાં 18 જૂન થી રમાશે. ટેસ્ટ ની શાનદાર ટક્કરને આડે હવે ત્રણેક દિવસનો જ સમય રહ્યો છે. આવી સ્થિતીમાં હવે તમામ પાસાઓ પર બારીકાઇ થી નજર ફેન્સ થી માંડી વિશ્લેષકો રાખી રહ્યા છે. ભારતીય બેટીંગ લાઇન અપ મજબૂત માનવામાં આવે છે. છતાં બંને દેશોમાં કોની બેટીંગનો કેટલો દમ રહ્યો છે. ટૂર્નામેન્ટ દરમ્યાન બંને દેશોના બેટ્સમેનોએ કેવુ પ્રદર્શન કર્યુ છે, કરીશુ એક નજર.

ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) દરમ્યાન બેટીંગમાં ટોપ ફાઇવ બેટ્સમેનોની યાદીમાં એક પણ બેટ્સમેન ન્યુઝીલેન્ડની ટીમનો નથી. જોકે એક વાત એ પણ છે કે, ભારતીય ટીમે જેટલી મેચ ટૂર્નામેન્ટ દરમ્યાન રમી છે, તેટલી મેચ ન્યુઝીલેન્ડની ટીમ નથી રમી. તો વળી ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Ken Williamson) ની વાત કરવામાં આવે તો, તે બેટીંગ ક્રમમાં છેક 16 માં ક્રમે છે. તેણે ટૂર્નામેન્ટ દરમ્યાન 58.35ની સરેરાશ થી 817 રન બનાવ્યા છે. તેણે 9 મેચ રમી છે.

ભારતીય બેટ્સમેનો બેટીંગ પ્રદર્શન મામલામાં આગળ છે. ન્યુઝીલેન્ડ કરતા ભારતીય બેટ્સમેનોએ વધારે મેચ ટૂર્નામેન્ટ દરમ્યાન રમી છે. બે ભારતીય બેટ્સમેનોએ એક એક હજાર કરતા વધુ રન નોંધાવ્યા છે. રોહિત શર્મા એ 1030 રન અને અજીંક્ય રહાણેએ 1095 રન કર્યા છે. રોહિતે 11 મેચ રમીને 64.37 ની સરેરાશ થી રન બનાવ્યા છે. જ્યારે રહાણેએ 17 મેચ રમીને 43.8 ની સરેરાશ થી 1095 રન બનાવ્યા હતા.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ 14 મેચ રમીને 43.85ની સરેરાશ થી 877 રન નોંધાવ્યા છે. ચેતેશ્વર પુજારાએ 12 મેચોમાં 818 રન કર્યા છે. મયંક અગ્રવાલે 12 મેચ રમીને 42.85 ની સરેરાશ થી 857 રન કર્યા છે. જોકે સરેરાશની દૃષ્ટીએ જોવામાં આવે તો રોહિત શર્માને બાદ કરતા કોઇ પણ ભારતીય બેટ્સમેનની સરેરાશ વિલિયમસન કરતા સારી નથી.

ન્યુઝીલેન્ડના બેટ્સમેનોનુ પ્રદર્શન

ઓલરાઉન્ડરના મામલામાં રવિન્દ્ર જાડેજા એ 10 મેચમાં 469 રન બનાવ્યા છે. જોકે તેની સરેરાશ 58.62 ની રહી છે. કેપ્ટન વિલિયમસન ઉપરાંત ન્યુઝીલેન્ડના ટોમ લાથમ એ 11 મેચમાં 680 રન કર્યા છે. હેનરી નિકોલસે 10 મેચમાં 585 રન, રોઝ ટેલર એ 11 મેચમાં 469 રન કર્યા છે. વિકેટકીપર બેટ્સમેન બીજે વાટલિંગ એ 10 મેચમાં 417 રન બનાવ્યા છે. આવામાં ટૂર્નામેન્ટની ફાઇનલ માં બંને ટીમોના બેટ્સમેનોમાં લડાઇ જબરદસ્ત રહેશે.

400 પ્લસ કરનારા 8 ભારતીય બેટ્સમેન

ભારતીય 8 બેટ્સેમેનોએ ટૂર્નામેન્ટ ની મેચો દરમ્યાન 400 પ્લસ રન કર્યા છે. જ્યારે ન્યુઝીલેન્ડના 6 બેટ્સમેનો 400 ના આંકડાને પાર કરી શક્યા છે. ભારતે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમ્યાન ઇંગ્લેંડમાં એક પણ મેચ રમી નથી. આમ હવે ભારતીય ખેલાડીઓ ફાઇનલ મેચમાં કેવુ પ્રદર્શન દર્શાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">