VI નો શેર 2 દિવસમાં 26% તૂટ્યો, જાણો કંપનીની શું છે હાલમાં સ્થિતિ

BSE પર 52-સપ્તાહની નીચી સપાટીએ 5.95 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. એક અહેવાલ અનુસાર Vodafone Group Plc એ ભારતમાં દેવામાં ડૂબેલા ટેલિકોમ સંયુક્ત સાહસમાં વધુ ઇક્વિટી ઇન્ફ્યુઝનનો ઇનકાર કરી દીધો છે.

VI નો શેર 2  દિવસમાં 26% તૂટ્યો, જાણો કંપનીની શું છે હાલમાં સ્થિતિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 3:50 PM

વોડાફોન આઈડિયા (VI) નો શેર 18.5 ટકા ઘટીને 6.00 રૂપિયા સુધી સરકી ગયો છે. આજે ઇન્ટ્રા-ડે વેપારમાં BSE પર 52-સપ્તાહની નીચી સપાટીએ 5.95 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. એક અહેવાલ અનુસાર Vodafone Group Plc એ ભારતમાં દેવામાં ડૂબેલા ટેલિકોમ સંયુક્ત સાહસમાં વધુ ઇક્વિટી ઇન્ફ્યુઝનનો ઇનકાર કરી દીધો છે.આજના ઘટાડા સાથે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરનો સ્ટોક બે દિવસમાં 26 ટકા તૂટી ગયો છે અહેવાલો સૂચવે છે કે કુમાર મંગલમ બિરલાએ સરકારને કહ્યું છે કે તેઓ કંપનીમાં પ્રમોટર હિસ્સો છોડવા તૈયાર છે.

જૂન 2020 પછી આ શેર તેના સૌથી નીચલા સ્તરે ટ્રેડિંગ કરી રહ્યો હતો. નવેમ્બર 2019 માં તે 2.61 રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. નવી મૂડી ઉભી કરવા માટે સંઘર્ષ કરી રહેલા VIને ટેકો આપવાની કંપનીની યોજનાઓ અંગે, યુકે સ્થિત ટેલિકોમ મેજર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિક રીડે એક ઇન્વેસ્ટર કોન્ફરન્સ કોલ દરમિયાન કહ્યું, “અમે, એક જૂથ તરીકે તેમને વધુમાં વધુ આપવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ હું તે ખૂબ જ સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે ભારતમાં કોઈ વધારાની ઇક્વિટી મૂકી રહ્યા નથી. “તેમની ટિપ્પણીઓ તે દિવસે આવી જ્યારે સુપ્રીમ કોર્ટે એડજસ્ટ કરેલી કુલ આવકના લેણાંની ફેર ગણતરી માટે VIની અરજી ફગાવી દીધી.

આજની સ્થિતિ Open    7.15 High    7.35 Low    5.95

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

52 અઠવાડિયાની સ્થિતિ 52-wk high          13.80 52-wk low            5.95 Mkt cap               17.38TCr Prev close           7.40

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા (Kumar Mangalam Birla) એ દેવામાં ડૂબેલી વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) માં પોતાનો હિસ્સો સરકાર કે અન્ય કોઈ એકમને સોંપવાની ઓફર કરી છે જે અંગે સરકાર કંપનીનું સંચાલન ચાલુ રાખી શકે છે. અબજોપતિ ઉદ્યોગપતિ બિરલાએ જૂનમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને લખેલા પત્રમાં આ ઓફર કરી હતી.

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (Vodafone AGR dues) પર વોડાફોન આઈડિયા લિમિટેડ (Vodafone Idea Limited) ની કુલ જવાબદારી 58,254 કરોડ રૂપિયા છે. તેમાંથી કંપનીએ રૂ .7,854.37 કરોડ ચૂકવ્યા છે અને હજુ પણ રૂ 50,399.63 કરોડ બાકી છે. VIL અને ભારતી એરટેલે સરકારની AGR ની ગણતરીમાં સુધારા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :  Adani Wilmar IPO : ગૌતમ અદાણી લાવી રહ્યા છે 4500 કરોડનો IPO , સેબીમાં દસ્તાવેજ સબમિટ કર્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">