Share Market : સપ્તાહના પહેલા કારોબારની મજબૂત શરૂઆત, SENSEX 550 અંક ઉછળ્યો

તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા છે. નિફ્ટીના પીએસયુ જાહેર ક્ષેત્રની બેન્કોનો ઇન્ડેક્સ 1.5 ટકા વધ્યો હતો. પ્રારંભિક વેપારમાં એફએમસીજી સેક્ટર ઇન્ડેક્સમાં થોડી નબળાઇ હતી

Share Market : સપ્તાહના પહેલા કારોબારની મજબૂત શરૂઆત, SENSEX 550 અંક ઉછળ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 9:58 AM

ભારતીય શેરબજારે(Share Market) સપ્તાહના પ્રથમ કારોબારી દિવસને મજબૂત શરૂઆત આપી છે. BSE SENSEX 378 પોઈન્ટ વધીને 59,143 પોઈન્ટ પર ખુલ્યો હતો જયારે NSE NIFTY એ પણ 83 પોઈન્ટના વધારા સાથે 17,615 પોઈન્ટની મજબૂત શરૂઆત આપી હતી. નાના અને મધ્યમ શેરોના ઇન્ડેક્સમાં પણ પ્રારંભિક વલણ મજબૂત હતું.

શેરબજારમાં સારી ખરીદી તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા છે. નિફ્ટીના પીએસયુ જાહેર ક્ષેત્રની બેન્કોનો ઇન્ડેક્સ 1.5 ટકા વધ્યો હતો. પ્રારંભિક વેપારમાં એફએમસીજી સેક્ટર ઇન્ડેક્સમાં થોડી નબળાઇ હતી. જ્યાં સુધી એશિયન બજારોની વાત છે તે સોમવારે મજબૂત સ્થિતિમાં ખુલ્યા પરંતુ રિયલ એસ્ટેટ જાયન્ટ ચાઇના એવરગ્રાન્ડની અનિશ્ચિતતાને કારણે તેણે ચીનમાં પ્રારંભિક લીડ ગુમાવી દીધી હતી.

સંસ્થાકીય રોકાણકારોનું વલણ જ્યાં સુધી સંસ્થાકીય રોકાણકારોની વાત છે, મહિનાના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે ગયા શુક્રવારે, FIIs એ 121 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) દ્વારા 613 કરોડ રૂપિયાનું નોંધપાત્ર વેચાણ થયું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આગામી ત્રણ – ચાર વર્ષમાં SENSEX 1 લાખને પાર પહોંચે તેવા અનુમાન ગત સપ્તાહે શેરબજાર(Share Market)માં દબાણ જોવા મળ્યું હતું.SENSEX 60 હજારની સપાટી પાર કર્યા બાદ છેલ્લા ચાર સત્રમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. બજારના જાણકારોનું કહેવું છે કે ઓક્ટોબર મહિનો કરેક્શનનો છે અને 5-10 ટકા સુધીનો ઘટાડો શક્ય છે. આ આધારે મહત્તમ 6000 પોઈન્ટ એટલે કે સેન્સેક્સ 54000-55000 પોઈન્ટ સુધી સરકી શકે છે.

ઘણા બજાર નિષ્ણાતો એમ પણ કહે છે કે આગામી 3-4 વર્ષમાં સેન્સેક્સ 1 લાખની સપાટી પાર કરશે. તે દર વર્ષે સરેરાશ 15 ટકા વૃદ્ધિ નોંધાવશે. બજારના ભવિષ્ય વિશે હેલિકો કેપિટલના સ્થાપક અને ફંડ મેનેજર સમીર અરોરાએ જણાવ્યું હતું કે હાલમાં બજારમાં લિસ્ટ થયેલા સ્ટાર્ટઅપની ખૂબ માંગ છે. દરેક રોકાણકાર આંખ બંધ કરીને તેમાં રોકાણ કરે છે.

આ પણ વાંચો : LIC IPO: દેશના સૌથી મોટા IPO માટે નવેમ્બરમાં SEBI સમક્ષ LIC દસ્તાવેજો રજૂ કરશે, ક્યારે આવી શકે છે IPO?

આ પણ વાંચો : Share Market : આગામી ત્રણ – ચાર વર્ષમાં SENSEX 1 લાખને પાર પહોંચે તેવા અનુમાન, આ ક્ષેત્રમાં લાંબા ગાળાનું રોકાણ લાભ અપાવી શકે છે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">