SEBIએ Karvy Financial Services ને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો, જાણો શું છે મામલો?

સેબીએ જણાવ્યું હતું કે નિર્ધારિત સમયગાળા દરમિયાન ફરજિયાત જાહેર ઘોષણા ન કરવાથી સંબંધિત કંપનીએ કાયદાની વૈધાનિક જરૂરિયાતોનું ઉલ્લંઘન કર્યું છે અને તેથી તેને સજા આપવામાં આવી છે.

SEBIએ Karvy Financial Services ને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો, જાણો શું છે મામલો?
Securities and Exchange Board of India - SEBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 6:46 AM

માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ કાર્વી ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ(Karvy Financial Services)ને રેગલિયા રિયાલિટી લિમિટેડ (Regaliaa Reality Ltd)ના શેર ખરીદવા માટે ઓફર કરવામાં વિલંબ બદલ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ જણાવ્યું હતું કે નિર્ધારિત સમયગાળા દરમિયાન ફરજિયાત જાહેર ઘોષણા ન કરવાથી સંબંધિત કંપનીએ કાયદાની વૈધાનિક જરૂરિયાતોનું ઉલ્લંઘન કર્યું છે અને તેથી તેને સજા આપવામાં આવી છે.

કાર્વી ફાઇનાન્શિયલ સર્વિસે શેરના (Substantial Acquisition of Shares and Takeovers – SAST) ના નિયમોનું ઉલ્લંઘન કરીને 81 દિવસના વિલંબ સાથે ઓપન ઓફર માટે જાહેરાત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કાર્વીએ રેગલિયાને 7 કરોડ રૂપિયાની લોનની રકમ આપી હતી જેના પ્રમોટરોએ કાર્વીની તરફેણમાં ચૂકવેલ શેર મૂડીના 55.56 ટકા ગીરવી રાખ્યા હતા.

શું છે મામલો ? જ્યારે રેગલિયાએ લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું ત્યારે કાર્વીએ ગીરવે મૂકેલા શેર જપ્ત કર્યા હતા. આ સાથે કંપનીમાં તેનો હિસ્સો વધીને 55.56 ટકા થયો છે. આ સાથે કંપનીએ SAST ના નિયમો હેઠળ નિર્ધારિત 25 ટકાની મર્યાદા વટાવી હતી .

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ત્યારબાદ સેબીએ કાર્વીને ઓક્ટોબર 2016 માં શેર ખરીદવા માટે સાર્વજનિક ઘોષણા કરવા કહ્યું હતું પરંતુ કાર્વી તેના બદલે SAT માં ગઈ હતી. કાર્વીએ SAT ના આદેશ બાદ 45 દિવસમાં સાર્વજનિક ઘોષણા કરવાની હતી પરંતુ તેણે 81 દિવસના વિલંબ સાથે ઓગસ્ટ 2018 માં પગલું ભર્યું હતું.

બુધવારે એક અલગ આદેશમાં સેબીએ ડિપોઝિટરીઝ – સીડીએસએલ(CDSL) અને એનએસડીએલ(NSDL) સામે અમલની કાર્યવાહીનો નિકાલ કર્યો છે. ડિપોઝિટરી શેર્સ સમાધાનની જવાબદારીનું પાલન કરાયું છે કે કેમ? તેમ જાણવા માટે એક નિરીક્ષણ હાથ ધર્યા બાદ આ આદેશ આવ્યો છે. સેબીએ આ બાબતનો નિકાલ કરતી વખતે જણાવ્યું હતું કે ડિપોઝિટરી વિરુદ્ધ બજારના નિયમોના ભંગનો કેસ સ્થાપિત નથી.

1 ઓગસ્ટ પહેલાં KYC અપડેટ કરવા પડશે ડીમેટ અને ટ્રેડિંગ ખાતાધારકોને ડિપોઝિટરીઓ દ્વારા 31 જુલાઈ સુધીમાં કેવાયસી અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અપડેટની અંતિમ તારીખ સમાપ્ત થવા માટે ફક્ત બે દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, ખાતાધારકોએ તેને જલ્દીથી અપડેટ કરવું જોઈએ, અન્યથા તેમનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) દ્વારા આ સંદર્ભમાં પરિપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">