Nuvoco Vistas IPO : 17% નીચે લિસ્ટિંગ થતાં રોકાણકારો નિરાશ , જાણો શેર બાબતે શું છે નિષ્ણાંતોની સલાહ

લિસ્ટિંગ બાદ કંપનીનો શેર BSE પર સવારે 550.00 રૂપિયા પર ઉપલા સ્તરે પહોંચ્યો હતો. જે ટ્રેડિંગ દરમિયાન સરકીને 485.૦૦ રૂપિયાને પણ સ્પર્શ્યો હતો. એક્સચેન્જ પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 19,500 કરોડ સુધી પહોંચી ગયું છે.

Nuvoco Vistas IPO : 17% નીચે લિસ્ટિંગ થતાં રોકાણકારો નિરાશ , જાણો શેર બાબતે શું છે નિષ્ણાંતોની સલાહ
Nuvoco Vistas IPO Listing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 12:27 PM

નિરમા ગ્રુપ(Nirma Group)ની સિમેન્ટ કંપની નુવોકો વિસ્ટા(Nuvoco Vistas IPO)ના શેર એક્સચેન્જમાં લિસ્ટેડ થયા છે. પરંતુ કંપનીના રોકાણકારો નિરાશ થયા છે. શેરને લિસ્ટિંગ નબળું મળ્યું છે કારણ કે IPO માં રોકાણકારોને રૂ 570 પર મળેલા શેર આજે BSE પર લગભગ 17% નીચી 471 રૂપિયાની કિંમતે લિસ્ટ થયા છે. બીજી તરફ આ સ્ટોક NSE પર 485 રૂપિયામાં લિસ્ટેડ છે. અગાઉ 2012 માં કંપનીનો સ્ટોક એક્સચેન્જમાં ડિલિસ્ટ કરવામાં આવ્યો હતો.

લિસ્ટિંગ બાદ કંપનીનો શેર BSE પર સવારે 550.00 રૂપિયા પર ઉપલા સ્તરે પહોંચ્યો હતો. જે ટ્રેડિંગ દરમિયાન સરકીને 485.૦૦ રૂપિયાને પણ સ્પર્શ્યો હતો. એક્સચેન્જ પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 19,500 કરોડ સુધી પહોંચી ગયું છે.

લિસ્ટિંગ પર 99 રૂપિયાનું નુકશાન નો IPO આજે શેરબજારમાં લિસ્ટ થયો છે. કંપનીએ IPO માટે શેરની કિંમત 570 રૂપિયા નક્કી કરી હતી જ્યારે તે BSE પર 471 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. એટલે કે રોકાણકારોને ઇશ્યૂ પ્રાઇસની તુલનામાં લિસ્ટિંગ પર 99 રૂપિયાનું નુકશાન થયું હતું .નબળા લિસ્ટિંગ પછી રોકાણકારોએ શું કરવું તે અંગે પ્રશ્ન ઉભો થાય છે. શું સ્ટોક લાંબા ગાળા માટે વેચવો અથવા રાખવો જોઈએ? રોકાણકારો આ પ્રશ્નોના આર્થિક સલાહકારો પાસે હલ શોધી રહ્યા છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

અગ્રણી સિમેન્ટ કંપની Nuvoco Vistas એક સિમેન્ટ કંપની છે. તે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપનીઓમાંની એક છે. જો તમે છેલ્લા 3 વર્ષના પરિણામો પર નજર નાખો તો કંપનીના પ્રદર્શનમાં વધઘટ થઈ છે. કંપની પણ અત્યારે ભારે દેવા હેઠળ છે. જોકે, સિમેન્ટ સેક્ટર માટેનો આઉટલૂક વધુ સારો છે. તે કિસ્સામાં સ્ટોકઉપર આવી શકે તેવા અંદાજ છે.

શું છે નિષ્ણાતોની સલાહ નિષ્ણાંતો કહે છે કે ટૂંકા ગાળાના રોકાણકારોએ અત્યારે નુવોકો વિસ્તાસ કોર્પોરેશનના સ્ટોકથી દૂર રહેવું જોઈએ. જો તમે ટૂંકા ગાળા માટે રોકાણ કર્યું હોય તો પણ તમારી મૂડીની સુરક્ષા માટે સ્ટોપ લોસ કરવો જોઈએ. બીજી બાજુ જો તમારો દૃષ્ટિકોણ લાંબા ગાળાનો છે તો પછી સ્ટોકમાં સારી સ્થિતિ આવવાની રાહ જુઓ. જો ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં શેર 20 ટકા ઘટે તો વેલ્યુએશન લાંબા ગાળે સારું રહેશે. ત્યાંથી રોકાણકારો તેમાં રોકાણ કરી શકે છે.

રોકાણકારોનો નબળો પ્રતિસાદ હતો Nuvoco Vistas કોર્પોરેશનનો IPO 9 થી 11 ઓગસ્ટની વચ્ચે ખુલ્લો હતો. આ IPO લગભગ 2 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. છૂટક રોકાણકારોએ તેમાં બહુ રસ દાખવ્યો નથી અને તે 100 ટકા ભરેલો પણ નહોતો. QIB માટે અનામત 4.23 ગણી અને NII માટે અનામત 0.66 ગણી હતી. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 560 થી 570 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. ઇશ્યૂનું કદ રૂ 5000 કરોડહતું. આ આઈપીઓમાં ફ્રેશ ઈક્વિટી શેર 1500 કરોડ જારી કરવામાં આવ્યા હતા જ્યારે OFS રૂ. 3500 કરોડ હતા.

આ પણ વાંચો :  Gold Price Today : સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોનાની શું છે સ્થિતિ? જાણો રોકાણ અંગે નિષ્ણાંતોના અભિપ્રાય

આ પણ વાંચો :  ITR Filing: તમારી કમાણી કરપાત્ર ન હોવા છતાં INCOME TAX RETURN ભરવું જોઇએ, જાણો તેના ફાયદા

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">