NIFTY જુલાઈમાં 16000 ના સ્તરને સ્પર્શી શકે છે,જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન

નિષ્ણાંતો અનુસાર જુલાઈ મહિનામાં આ NIFTY 16000ના પડાવને પસાર કરે તેવા અનુમાન છે.

NIFTY જુલાઈમાં 16000 ના સ્તરને સ્પર્શી શકે છે,જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન
National Stock Exchange - NSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 8:33 AM

ચાલુ સપ્તાહે શેરબજારનો કારોબાર નરમ દેખાઈ રહ્યો છે . સોમવારે સાપ્તાહિક કારોબારની શરૂઆત સાથે સેન્સેક્સ 53,126.73 અને નિફટી 15,915.65 ના નવા ઉપલા સ્તરે દેખાયા હતા જોકે બાદમાં સતત ઘટાડો દેખાઈ રહ્યો છે જોકે આ બાબતથી રોકાણકારોએ નિરાશ થવાની જરૂર નથી. નિષ્ણાંતો અનુસાર જુલાઈ મહિનામાં આ ઇન્ડેક્સ 16000ના પડાવને પસાર કરે તેવા અનુમાન છે.

ભારતીય શેરબજાર એક પછી એક નવી સર્વોચ્ચ સપાટી કરી રહ્યું છે. 28જૂને નવું રેકોર્ડ લેવલ નોંધાવાયું છે આ ઉપરાંત 25 જુનના રોજ સપ્તાહના આખરી દિવસે ઇન્ડેક્સ 1 ટકાથી વધુના વધારાની સાથે બંધ થયા હતા અને સપ્તાહિક આધાર પર સેન્સેક્સ-નિફ્ટીથી સારૂ પ્રદર્શન કર્યુ હતું.

શુક્રવારે 15900 આસપાસ કારોબાર પૂર્ણ કરનાર નિફટી આજે 45 અંકના ઘટાડા સાથે 15,814.70 ના સ્તરે બંધ થયો હતો. અનુમાન છે કે નિફ્ટી જુલાઈ સીરીઝમાં 16,000 ના સ્તરે પહોંચી શકે છે. જોકે બજારના જાણકાર સતર્કતા સાથે રોકાણ કરવાની સલાહ આપે છે કારણ કે અત્યાર સુધી આ દિશામાં આવેલા તમામ બાઉંસને 16,000 ની આસપાસ ભારી વેચવાલીના દબાણનો સામનો કરવો પડ્યો છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

બજાર દિગ્ગજોનું કહેવુ છે કે નિફ્ટી માટે 16000-16100 ની રેન્જમાં નજરે પડી શકે છે જ્યારે નીચેની તરફ 15450-15500 ના લેવલ પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે.જુનની વિપરીત જુલાઈના મહીનામાં બજારમાં જોરદાર એક્શન અને વધુ તેજી જોવા મળે તેમ  છે.

Tradebulls Securities ના સચ્ચિદાનંદ ઉત્તેકરનું કહેવુ છે કે ટેક્નિકલ રીતે જોઈએ તો બજારમાં તેજીનો ટ્રેન્ડ બનેલો છે. નિફ્ટી માટે 16040 નું લેવલ બ્રેકઈવન ઝોન તરીકે જોવામાં આવી રહ્યું છે. જે નિફ્ટી ઊપરના સ્તરે આ લેવલ તોડે તો તેમાં 16530 ના સ્તર જોવા મળી શકે છે. જો નિફ્ટી તેની નીચે લપસે છે તો વધુ નબળાઈ જોવાને મળી શકે છે.

એક્સિસ સિક્યોરિટીઝના રાજેશ પાલવીયનું કહેવુ છે કે જુલાઈ સીરીઝમાં નિફ્ટી ઊપરની તરફ 16,000-16,500 ના દાયરામાં રહી શકે છે જ્યારે નીચેની તરફ તે 15,500-15,300 ના દાયરામાં રહી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">