IPO : 29 સપ્ટેમ્બરે આવી રહી છે કમાણીની વધુ એક તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર

આ IPO 3.88 કરોડ ઇક્વિટી શેરનો હશે. આમાં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા 28.51 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) હશે જ્યારે સન લાઇફ AMC પાસે 1.6 કરોડ શેરની OFS હશે.

IPO : 29 સપ્ટેમ્બરે આવી રહી છે કમાણીની વધુ એક તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર
Policy Bazaar IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 8:37 AM

દેશનું IPO બજાર તેજીમાં છે. એક પછી એક ઘણી કંપનીઓ તેમની ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO લાવી રહી છે. હવે આદિત્ય બિરલા સન લાઇફ AMC (Aditya Birla Sun Life AMC) નો IPO 29 સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 1 ઓક્ટોબરે બંધ થશે. આ IPO ની પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા પ્રતિ શેર છે. તમને જણાવી દઈએ કે આદિત્ય બિરલા સન લાઈફ AMC આદિત્ય બિરલા ગ્રુપ અને કેનેડાની સન લાઈફ ફાઈનાન્સિયલ ઈન્ક વચ્ચે સંયુક્ત સાહસ છે.

આ IPO 3.88 કરોડ ઇક્વિટી શેરનો હશે. આમાં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા 28.51 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) હશે જ્યારે સન લાઇફ AMC પાસે 1.6 કરોડ શેરની OFS હશે. આ ઓફરના 1,94,000 ઇક્વિટી શેર આદિત્ય બિરલા કેપિટલના શેરધારકો માટે અનામત રાખવામાં આવશે.

20 શેરનું લોટ સાઈઝ લોટ સાઈઝ 20 શેર હશે અને ત્યારબાદ 20 ના ગુણાંકમાં રોકાણ કરવાનું રહેશે. ઓફરનો 50 ટકા ભાગ QIP રોકાણકારો માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રહેશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ ઇશ્યૂ માટે મર્ચન્ટ બેન્કર્સ કોણ છે? કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, બોફા સિક્યોરિટીઝ ઇન્ડિયા, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, એક્સિસ કેપિટલ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ, જેએમ ફાઇનાન્સિયલ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ અને યસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ મર્ચન્ટ બેન્કર્સ રહેશે.

AUM લગભગ 2,93,642 અબજ રૂપિયા છે ઉલ્લેખનીય છે કે આદિત્ય બિરલા સન લાઈફ AMC ની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) લગભગ 2,93,642 અબજ રૂપિયા છે. કંપની લગભગ 112 મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કરે છે. આ સિવાય તે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, ઓફશોર ફંડ્સમાં રોકાણ અને વૈકલ્પિક રોકાણોની સુવિધા આપે છે.

તાજેતરમાં આ IPO એ તમામ રેકોડ તોડયા પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ (Paras Defence IPO) ના આઈપીઓને રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળ્યો છે. રોકાણકારોએ આ ઇશ્યૂમાં જબરદસ્ત રોકાણ કર્યું છે. કંપનીનો ઇશ્યૂ 304.26 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ સાથે પારસ ડિફેન્સ આઈપીઓ અત્યાર સુધીનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થયેલો ઘરેલુ આઈપીઓ બની ગયો છે. સંરક્ષણ ક્ષેત્રમાં આ કંપનીનો ઈશ્યુ 21 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને 23 સપ્ટેમ્બરે બંધ થયો હતો. પારસ ડિફેન્સનો આઈપીઓ 171 કરોડ રૂપિયાનો છે. શેરની ફાળવણી 28 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. કંપનીના શેર 1 ઓક્ટોબરે એક્સચેન્જમાં લિસ્ટેડ થશે.

કંપનીના 71.40 લાખ શેરના સ્થાને 217.26 કરોડ ઇક્વિટી શેર માટે બિડિંગ મળી છે. કંપનીના 175 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ મુજબ 38,000 કરોડ રૂપિયાની બોલી મળી છે. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 112.81 ગણો બિડિંગ મળ્યો છે જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs અથવા HNIs) એ તેમના શેરની 927.70 ગણી બોલી લગાવી છે. ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે અનામત હિસ્સો 169.65 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : ત્રણ દિવસમાં બીજી વાર ડીઝલના ભાવમાં વધારો થયો, શું ફરી ઇંધણની કિંમત ભડકે બળશે?

આ પણ વાંચો : Multibagger Stock :ફાર્મા કંપનીના આ શેરે રોકાણકારોને બનાવ્યા લખપતિ, 6 મહિનામાં 1 લાખના થયા 3 લાખ, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">