Gautam Adani : આ ગુજ્જુ કારોબારીએ કરી કમાલ , ધનકુબેરોની યાદીમાં એશિયામાં બીજું અને વિશ્વમાં 14મું સ્થાન હાંસલ કર્યું

ગુજ્જુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani) એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ચીની ઉદ્યોગકાર Zong Shanshan ને પછડાટ આપી અદાણીએ આ સ્થાન હાંસલ કર્યું છે.

  • Updated On - 12:35 pm, Fri, 21 May 21
Gautam Adani : આ ગુજ્જુ કારોબારીએ કરી કમાલ , ધનકુબેરોની યાદીમાં એશિયામાં બીજું અને વિશ્વમાં 14મું સ્થાન હાંસલ કર્યું
Gautam Adani

ગુજ્જુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani) એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ચીની ઉદ્યોગકાર Zong Shanshan ને પછડાટ આપી અદાણીએ આ સ્થાન હાંસલ કર્યું છે. વિકાસના મામલે આટલેથી ન અટકતા તેઓ વૈશ્વિક ધનકુબેરોની યાદીમાં પણ 14 માં સ્થાને છે. આ યાદીમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી(Mukesh Ambani) 13માં સ્થાને બિરાજમાન છે.

રોકાણકારોએ ગૌતમ અદાણીના બિઝનેસમાં રસ લીધો છે જેના કારણે તેમની સંપત્તિમાં વધારો થયો છે. ગૌતમ અદાણીના પોર્ટથી લઈને પાવર પ્લાન્ટ્સ સુધીના વ્યવસાયમાં છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોએ ઘણું રોકાણ કર્યું છે, જેથી તેમના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વૃદ્ધિથી અદાણીની સંપત્તિમાં પણ વધારો થયો છે.

 

Bloomberg Billionaires Index મુજબ વિશ્વના ટોચના ધનિકોની યાદી ઉપર કરો એક નજર

Rank  Name Country  and Industry
1  Jeff Bezos United States Technology
2  Elon Musk United States Technology
3  Bernard Arnault France Consumer
4  Bill Gates  United States Technology
5  Mark Zuckerberg  United States Technology
6  Warren Buffett United States Diversified
7  Larry Page  United States Technology
8  Sergey Brin  United States Technology
9  Larry Ellison  United States Technology
10  Steve Ballmer  United States Technology
11  Francoise Bettencourt Meyers  France Consumer
12 Amancio Ortega Spain Retail
13 Mukesh Ambani India Energy
14 Gautam Adani India Industrial
15  Zhong Shanshan  China Diversified
16  Charles Koch  United States Industrial
17  Julia Flesher Koch & family  United States Industrial
18 Jim Walton United States Retail
19 Rob Walton United States Retail
20  Alice Walton United States Retail

 

ગૌતમ અદાણીની સંપત્તિમાં 32.8 બિલિયન ડોલરનો વધારો થયો
Bloomberg Billionaire Index અનુસાર અદાણીની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં 32.8 બિલિયન ડોલરનો વધારો થયો છે. બીજી તરફ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $ 76.5 અબજ હોવાનો અંદાજ છે. ચીની કારોબારી શાંશાંની કુલ સંપત્તિનું મૂલ્યાંકન 63.6 અબજ ડોલર થાય છે.

એશિયાના ધનિકોના સર્વોચ્ચ સ્થાને ગુજરાતી ઉદ્યોગપતિઓની બોલબાલા
ફેબ્રુઆરીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે જેમને ચીનના શાંશાંને પાછળ ધકેલી દીધા છે. વર્ષ 2021 ની શરૂઆતમાં ચીનના આ ઉદ્યોગપતિ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા હતા .

Adani Group ના શેરએ આપ્યું જબરદસ્ત રિટર્ન
છેલ્લા એક વર્ષમાં Adani Green, Adani Enterprises, Adani Gas અને Adani Transmissionના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. આ ઉછાળાથી અદાણીની નેટવર્થમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં અAdani Total Gas એ 1156%, Adani Enterprises એ 821 ટકા અને Adani Transmission એ 500 ટકા રિટર્ન આપ્યું છે. આ ઉપરાંત Adani Green Energy અને Adani Powerના શેરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

એમેઝોનના જેફ બેઝોસ વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ
Bloomberg Billionaire Indexમાં એમેઝોનના જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 188 અબજ ડોલર છે.ફ્રાન્સના બર્નાર્ડ આર્નાલ્ટ 159 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. અમેરિકાના એલોન મસ્ક ૧૫૭ અબજ ડોલર સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati