CLOSING BELL : સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું, SENSEX 185 અને નિફ્ટી 66 અંક તૂટ્યા

દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 185 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 66 અંકો સુધી ગગડ્યો છે.

CLOSING BELL : સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું, SENSEX 185 અને નિફ્ટી 66 અંક તૂટ્યા
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 4:07 PM

CLOSING BELL :આજે સતત બીજા દિવસે શેરબજાર(STOCK MARKET) લાલ નિશાન નીચે બંધ થયું છે. આજે સવારે શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ હતી. આજના સત્રના અંતે નિફ્ટી(NIFTY) 15750 ની નીચે બંધ થયો છે અને સેન્સેક્સ(SENSEX)એ 52549 પર કારોબાર પૂર્ણ કર્યો છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 185 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 66 અંકો સુધી ગગડ્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર          સૂચકઆંક         ઘટાડો સેન્સેક્સ     52,549.66     −185.93 (0.35%) નિફટી       15,748.45      −66.25 (0.42%)

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

આજના કારોબારમાં મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.42 ટકા સુધી લપસીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.50 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.07 ટકા ઘટીને બંધ થયો છે. બેન્ક નિફ્ટી 0.99 ટકાના ઘટાડાની સાથે 35,010.30 ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market )માં સપાટ શરૂઆત થઈ હતી. આજના કારોબારની શરૂઆત સાથે BSEનો 30 શેરો વાળો સેન્સેક્સ(SENSEX ) 60 પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો હતો તો NSEનો 50 શેરો વાળો નિફ્ટી(NIFTY) 7 અંકના સાધારણ ઘટાડા સાથે શરૂ થયો છે. આજે એશિયાના મહત્વપૂર્ણ શેર બજારોમાં એક ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

અગાઉ છેલ્લા સ્તરમાં સોમવારે BSEનો 30 શેરો વાળા સેન્સેક્સ 189 પોઇન્ટ તૂટ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સ 0.36% ઘટાડા સાથે 52,735 પર બંધ થયો છે. બીજી તરફ NSE ના નિફ્ટીએ 0.29% મુજબ 45 અંક તૂટીને 15,814 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

આજના કારોબારની હાઈલાઈટ્સ SENSEX Open    52,795.76 High    52,816.42 Low      52,477.77

NIFTY Open    15,807.50 High    15,835.90 Low     15,724.05

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">