રાજ્યસભા ચૂંટણી

ગુજરાતમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોરોનાના લીધે મતદાન મથક અને મતગણતરી લઈને તમામ જગ્યાએ સેનિટાઈઝ કરવામાં આવશે. વિધાનસભામાં પ્રવેશ પહેલાં મેડિકલ ટીમ ધારાસભ્યોની તપાસ કરશે. માસ્ક અને સેનિટાઈઝરની સુવિધા પણ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના અધિકારીઓ દિલ્હીથી વેબકાસ્ટિંગ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે.  19 જૂનના રોજ સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

======================================

22:49:13

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ત્રણેય ઉમેદવારની જીત પર નીતિન પટેલનું નિવેદન

ભાજપનાં ત્રણેય ઉમેદવારને 36 મત મળ્યા, નરહરી અમીનને પણ  36 મત મળ્યા

અમે જે આયોજન કર્યું હતું તે પાર પડ્યું છે

ધારાસભ્યોને મેન્ડેટ આપ્યું હતું તે મુજબ ધારાસભ્યોએ વોટીંગ કર્યું

કોંગ્રેસની નિષ્ફળતા ખુલીને બહાર આવી ગઈ છે કે જેણે અપપ્રચાર કર્યો

કોંગ્રેસમાં પહેલેથીજ જૂથબંધી હતી જે બહાર આવી

ભરતસિંહ સોલંકીની હાર તેનો પુરાવો છે

ભાજપમાંથી ચૂંટાયેલા ઉમેદવારો જલ્દી શપથ લઈને ગુજરાતનાં પ્રશ્નોની રજૂઆત કરશે

રાજ્યસભામાં પણ ઉમેદવારો સારૂ કામ કરશે

કોંગ્રેસે છેલ્લી ઘડી સુધીના ધમપછાડા કર્યા તે ચાલ્યા નથી

પરિણામ મોડું આવે તે માટે ઘણા પ્રયાસો કર્યા

કોંગ્રેસની હાર તો નક્કી જ હતી તે મોડુ કરવા માંગતા હતા

કોંગ્રેસનાં પેંતરા નિષ્ફળ ગયા છે

ભાજપ સરકાર પક્ષનાં માર્ગદર્શન હેઠળ લોકોની સેવા કરતી રહેશે

=======================================

22:11:51

મતગણતરી શરૂ
ટુક સમય માં જાહેર થશે પરિણામ
ભાજપ ના ઉમેદવાર નરહરી અમિન વિજય
3.5 મતે વિજયી: સૂત્ર
ટૂંક સમયમાં જાહેર થશે સત્તાવાર પરિણામ

કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહીલનો વિજય

===========================================

21:16:00

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વાંધો ચૂંટણી પંચે ફગાવ્યો

ચાર કલાકનાં વિલંબ બાદ મત ગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ

======================================================

19:37:56

કોંગ્રેસ દ્વારા ઉઠાવાયેલા ઓબ્જેક્શનનો મુદ્દો,

સ્પેશિયલ ઓબ્ઝર્વરે વાંધો ફગાવ્યો,

મતદાન સમયે જ વાંધો ઉઠાવવો જોઈતો હોવાનું કહી વાંધો ફગાવ્યો,

ઉઠાવાયેલો વાંધો યોગ્ય ના હોવાનો કર્યો દિલ્હી ચૂંટણી પંચને રીપોર્ટ,

દિલ્હી ચૂંટણી પંચ કરશે અંતિમ નિર્ણય

========================================================

18:24:41

રાજ્યસભાની ચૂંટણીમાં મતગણતરીમાં વિલંબ

હજુ સુધી નથી કરાયો મતગણતરીનો પ્રારંભ

વાંધા અરજીને લઈને મતગણતરીમાં વિલંબ

 

===========================================================

18:06:28

કોંગ્રેસ પક્ષે ઉઠાવ્યું ચૂંટણીમાં ઓબજેક્શન,
કેસરીસિંહ સોલંકીના મત પર ઉઠાવ્યો વાંધો,
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના મત પર પણ ઉઠાવ્યો વાંધો,
બન્ને મત રદ કરવા કરી માગ,
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મેટર સબ જ્યુડિશિયલ છે,
કેસરીસિંહ સોલંકીની તબિયત સ્વસ્થ હોવાનો પણ ઓબ્જેક્શનમાં કર્યો દાવો

 

==============================================================

17:59:00

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય હકુભા જાડેજા એ ભાજપનાં ત્રણેય ઉમેદવાર જીતવાનો દાવો કર્યો હતો. તેમણે ટીવી નાઈન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં પરિવારવાદ અને નેતાગીરી સામે સવાલો છે, આજ કારણ છે કે કોંગ્રેસ હારે છે. સાંભળો શું કહ્યું હકુભા જાડેજા એ કાંધલ જાડેજાનાં ભાજપને મત આપવાને લઈ.

==================================================================

17:21:24

રાજ્યસભાનીં ચૂંટણીનાં પરિણામ પહેલા શક્તિસિંહ અને ભરતસિંહ સોલંકીનાં ભાજપ પર પ્રહાર

માર્ચ મહિનાથી ભાજપે તોડફોડ શરૂ કરી

અમારી લાગણી હતી કે BTP મત આપે

ભાજપની મેલી રાજનીતિએ તોડફોડ કરી

કોંગ્રેસનાં ઉમેદવારનાં નામ જાહેર થયા બાદ ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કર્યો

રાજ્યસભાની ચૂંટણી લાંબા સમય સુધી ચાલી

==============================================================

16:00:49
રાજ્યસભાની ચાર બેઠક માટેની મતદાન પૂર્ણ.

રાજ્યસભાની ચાર બેઠક માટેની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયુ છે. સવારે 9 વાગે શરુ થયેલ મતદાન તેના નિર્ધારિત સમયે સાંજે ચાર વાગં સંપન્ન જાહેર કરાયું છે. રાજ્યસભાની ચાર બેઠક માટેની ચૂંટણીમાં કુલ 172 પૈકી 170 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. મતદાન કરવામાંથી બીટીપીના બે ધારાસભ્યો વંચિત રહ્યા છે. મતદાનની સ્થિતિ જોતા સ્પષ્ટ કહી શકાય કે ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળશે અને ચોથી બેઠકનું પરિણામ સેકન્ડ પ્રેફરન્સના મતો ઉપર આધારિત રહેશે.

=====================================================================

14:24:53

172માંથી 170 ધારાસભ્યોએ કર્યુ મતદાન.

રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીમાં 172 પૈકી 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. બીટીપીના બે ધારાસભ્યો જ મતદાન કરવાથી વંચિત છે. આ બન્ને ધારાસભ્યોને પોતાના તરફ મતદાન કરવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સમજાવટ કરી હોવા છતા, હજુ સુધી મતદાન કર્યું નથી. ગુજરાત વિધાનસભામાં કુલ 172 ધારાસભ્યોની સભ્યસંખ્યા છે. જે પૈકી 103 ધારાસભ્યો ભાજપના, 65 ધારાસભ્યો કોંગ્રેસના. 2 ધારાસભ્ય બીટીપીના તો 1 ધારાસભ્ય એનસીપીના અને 1 ધારાસભ્ય અપક્ષ છે. આમ કુલ 172 પૈકી 170 ધારાસભ્યોએ મતદાન પૂર્ણ કર્યું છે.

=======================================================================

14:14:49

રાજ્યસભા ચૂંટણી: છોટુ વસાવાને મળીને કોંગ્રેસ તરફી મતદાન કરવા કરાઈ રજૂઆત

14:11:30

રાજ્યસભા ચૂંટણી: મતદાન પૂર્ણ થવા આવ્યું છે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

========================================================================
12:06:28
કાંધલે કહ્યુ મે મત આપ્યો, કોને ? એ ના કહ્યું.

ગુજરાતમાં એનસીપીના(NCP) એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ(kandhal jadeja) રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કર્યા બાદ, પત્રકારોને કહ્યું કે પાર્ટીના વ્હીપ મુજબ મે મતદાન કર્યું છે. એનસીપીએ, કોંગ્રેસના ઉમેદવારને મત આપવાનો આદેશ વ્હીપ  જારી કરીને આપ્યો છે. જો કે કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવારોને મત આપ્યો હોવાનું કહેવાય છે… ભાજપે કાંધલ જાડેજાના મતને ગણીને જ મતોનું ગણિત માંડ્યુ હતુ. જુઓ વિડીયો

 

=====================================

10:45:33

વિજય રૂપાણીએ કર્યો ઈશારો, કોગ્રેસમાં થશે ક્રોસ વોટીગ, મતગણતરી બાદ કોંગ્રેસની જૂથબંધી વકરશે.

 

===========================================================

09:59:49
ભાજપના કયા ત્રણ ધારાસભ્યો પ્રોકસી દ્વારા કરશે રાજ્યસભામાં મતદાન ?
ભાજપના ત્રણ ધારાસભ્યો તેમના સહાયક દ્વારા આજે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરશે. જેમાં પ્રધાન પરસોત્તમ સોલંકી વતી તેમના ભાઈ હિરા સોલંકી, શંભુજી ઠાકોર વતી પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ અને કેસરીસિંહ સોલંકી વતી પૂર્વ પ્રધાન શંકર ચૌધરી પ્રોક્સી મતદાન કરશે. કેસરીસિંહ એમ્બ્યુલન્સમા મતદાન કરવા વિધાનસભા પહોચી ચૂક્યા છે.

============================================================================
09:42:30

રાજ્યસભાની ચૂંટણીમાં સૌથી પહેલો મત કૃષિ પ્રધાન આર સી ફળદુએ નાખ્યો
માતરના ધારાસભ્ય કેસરીસિંહ ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં મતદાન કરવા માટે પ્રોક્સી સાથે વિધાનસભા પહોચ્યા
કેસરીસિંહના પ્રોક્સી તરીકે પૂર્વ પ્રધાન શંકર ચૌધરી કરશે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન.

=========================================================================

09:02:08
બીટીપીએ હાથ અધ્ધર કર્યા. રાજ્યસભાની ચૂંટણીમાં હાલ તો મતદાનથી વંચિત રહેવાનો વ્યક્ત કર્યો મનસુબો

બીટીપીએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને મત આપવાને બદલે મતદાનથી વંચિત રહેવાનું હાલ તો પંસદ કર્યુ છે. સૈવિધાનિક જોગવાઈ 5નો અમલ ભાજપ કે કોંગ્રેસે દેશમાં કર્યો નથી તેથી તેના વિરોધમાં મતદાનથી અળગા રહેવાનો મનસુબો વ્યક્ત કર્યો છે.  જો કે, મતદાનનો સમય સાંજના 4 વાગ્યા સુધીનો હોવાથી કોને મત આપવો તે અંગે વિચાર કરીશુ તેમ છોટુ વસાવાએ કહ્યું. જુઓ વિડીયો.

 

==========================================================================================
08:39:01
માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલકી પ્રોકસી દ્વારા કરશે મતદાન
રાજ્યસભા ચૂંટણી જંગ કોંગ્રેસના સંપર્કમાં રહેલા ભાજપના ધારાસભ્યનો પ્રોક્સી વોટ જાહેર કરાયો. માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (Keshrishih Solanki) પોતે મતદાન કરવાના બદલે પ્રોક્સી દ્વારા કરશે મતદાન. ગત મોડી રાત્રે રાજ્યસભાની ચૂંટણી માટેના રિટર્નીગ ઓફીસર (RO) પાસે કેસરી સિંહે  જરૂરી મંજૂરી લીધી છે. હાથમાં ધ્રુજારી થતી હોવાથી ચોક્કસ મતદાન નહિ કરી શકે તે વાત હેઠળ આર.ઓ પાસેથી મંજૂરી મેળવી છે. રીટર્નીગ ઓફિસરની મંજૂરી મળતાં હવે કેસરીસિંહ સોલંકીના સહાયક શંકર ચૌધરી મતદાન કરશે.

=============================================================================================
08:32:57

કોંગ્રેસનો દાવો- બન્ને ઉમેદવારોને 70ને બદલે મળશે 71 મત

======================================================================================

07:25:15 (19-06-2020)

રાજ્યસભા ચૂંટણી: રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન થશે, ક્રોસવોટિંગ કોને નડશે?

07:22:29 (19-06-2020)

રાજ્યસભા ચૂંટણી: રાજ્યસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર, BTP કોંગેસ અને ભાજપ બંનેના સંપર્કમાં