જિંદા હું મેં : પેન્શનરોએ જીવન પ્રમાણ સાબિત કરવા માટે આધાર હવે જરૂરી નહિ

પેન્શન(Pension) મેળવનારા વૃદ્ધોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate) મેળવવા અંગે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. હવે જીવન પ્રમણ(Jeevan Pramaan) પત્ર ડિજિટલી મળે તે માટે પેન્શનરો માટે આધાર(Aadhaar) સ્વૈચ્છિક બનાવવામાં આવ્યા છે.

  • Publish Date - 9:14 am, Mon, 22 March 21 Edited By: Bipin Prajapati
જિંદા હું મેં : પેન્શનરોએ જીવન પ્રમાણ સાબિત કરવા માટે આધાર હવે જરૂરી નહિ
સિનિયર સિટીઝન્સને સરકારે મોટી રાહત આપી છે.

પેન્શન (Pension) મેળવનારા વૃદ્ધોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate) મેળવવા અંગે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. હવે જીવન પ્રમાણ (Jeevan Pramaan) પત્ર ડિજિટલી મળે તે માટે પેન્શનરો માટે આધાર (Aadhaar) સ્વૈચ્છિક બનાવવામાં આવ્યા છે. સરકારે તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સોલ્યુશન એપ્લિકેશન SANDES અને સાર્વજનિક કાર્યાલયોમાં હાજરી માટે આધાર પ્રમાણીકરણને સ્વૈચ્છિક કર્યું છે.

ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે 18 માર્ચે જારી કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે જીવન પ્રમાણ માટે આધારની પ્રામાણિકતા સ્વૈચ્છિક ધોરણે રહેશે અને તેનો ઉપયોગ કરતી સંસ્થાઓએ જીવન પ્રમાણપત્ર આપવા માટે વૈકલ્પિક માર્ગ શોધી કાઢવા જોઈએ. આ NIC ને આધાર કાયદો 2016, આધાર રેગ્યુલેશન 2016 અને ઓફિસ મેમોરેન્ડમ અને UIDAI દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતા પરિપત્રો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.

પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શરૂ કરાયું
પેન્શનરો માટેનું જીવન પ્રમાણપત્ર ત્યારે શરૂ થયું હતું જ્યારે ઘણા વડીલોએ તેમના અસ્તિત્વની સત્યતા માટે પેન્શન મેળવવા માટે લાંબી મુસાફરી કરીને પેન્શન વિતરક એજન્સી સમક્ષ હાજર થવું પડ્યું હતું.આ ઉપરાંત તેમણે જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી લાઇફ સર્ટિફિકેટ લાવવું પડતું હતું અને પેન્શન વિતરક એજન્સીમાં જમા કરાવવું પડ્યું હતું. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવાની સુવિધા મળ્યા પછી પેન્શનરોએ સંબંધિત સંસ્થા અથવા એજન્સી સમક્ષ હાજર થવા લાંબી મુસાફરી કરવાની આવશ્યકતામાંથી છૂટકારો મેળવ્યો છે

ઘણા પેન્શનરોએ હવે આ મામલે ફરિયાદ કરી છે કે આધારકાર્ડના અભાવને લીધે તેમને પેન્શન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા તેમના અંગૂઠાની છાપ મેળ ખાતી નથી. આ માટે કેટલાક સરકારી સંગઠનોએ 2018 માં વૈકલ્પિક માર્ગ લીધો હતો હવે જારી કરાયેલા જાહેરનામાં દ્વારા આધારને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવા માટે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે.

SANDES એપ્લિકેશનમાં આધાર વૈકલ્પિક બન્યો
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર દ્વારા વિકસિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ સોલ્યુશન સેન્ડ્સ એપ્લિકેશનના વપરાશકારો માટે આધારને વૈકલ્પિક બનાવ્યો છે. SANDESમાં આધાર પ્રમાણીકરણ સ્વૈચ્છિક ધોરણે છે અને ચકાસણીના વૈકલ્પિક માધ્યમ પ્રદાન કરશે.