ધન/મકર રાશિફળ, 5 જુલાઇ: પૂર્વજોની સંપત્તિ સંબંધિત મામલામાં યોગ્ય થશે નિકાલ, અન્યો પર વધુ પડતો વિશ્વાસ કરવી શકે નુકસાન

ધન/મકર રાશિફળ, 5 જુલાઇ: પૂર્વજોની સંપત્તિ સંબંધિત મામલામાં યોગ્ય થશે નિકાલ, અન્યો પર વધુ પડતો વિશ્વાસ કરવી શકે નુકસાન
Horoscope Today 4 July 2021

Sagittarius and Capricorn Aaj nu Rashifal Horoscope Today 5 July 2021: મકર રાશિ વાળાના જૂના ચાલી રહેલા વાદ વિયાદમાં આવશે યોગ્ય નિકાલ

TV9 GUJARATI

| Edited By: Rahul Vegda

Jul 05, 2021 | 7:16 AM

Horoscope Today 5 July 2021: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? ધન-મકર રાશિના જાતકોએ પોતાના દિવસ દરમ્યાન શું રાખવું પડશે ધ્યાન ? શું છે આજનો આપનો લકી નંબર, રંગ અને અક્ષર ? ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: તમારા કાર્ય પ્રત્યેનું તમારું સમર્પણ તમારા માટે યોગ્ય પરિણામો તરફ દોરી જશે. ધાર્મિક કાર્યોમાં પણ રસ જાગશે. જો કોઈ પૂર્વજોની સંપત્તિ સંબંધિત સમસ્યા ચાલુ છે, તો તેમાં યોગ્ય સમાધાન થઈ શકે છે.

તમારી કોઈ કીમતી વસ્તુ ખોવાઈ જવાની શક્યતાઓ છે. તેથી તમારી વસ્તુઓની જાતે કાળજી લો. બીજા પર વિશ્વાસ રાખવો તે યોગ્ય નથી. કેટલીક જૂની નેગેટિવ વાતો યાદ કરવાથી મન ખરાબ થશે

ધંધામાં ઉત્તમ પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે. સમયનો સારો ઉપયોગ કરો. જાહેર વ્યવહાર સંબંધિત કામ પર વધુ ધ્યાન આપવું. પરંતુ ધ્યાન રાખવું કે જે વાત તમે ગુપ્ત રાખવા માંગો છો ત કદાચ ખુલ્લી પડી જાય. જેથી ચેતીને રહેવું.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે. પરંતુ બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં.

સાવચેતીઓ- શારીરિક અને માનસિક થાક લાગશે. મનગમતી પ્રવૃતિઓ માટે સમય કાઢવો.

લકી રંગ – ગુલાબી લકી અક્ષર – H ફ્રેંડલી નંબર – 9

મકર: આજે કોઈ જુનો વિવાદ કે ઝગડો ઉકેલાશે. તમારા નમ્ર સ્વભાવને લીધે તમારી લોકપ્રિયતા પણ વધશે. બાળકોને લગતી કોઈ પણ સમસ્યાનું સમાધાન થવાને કારણે મનમાં શાંતિ અને રાહત રહેશે. ભાઇઓનો પણ પૂર્ણ સહયોગ રહેશે.

છેલ્લા કેટલાક સમયથી તમારી ઘણી યોજનાઓ ખોટી સાબિત થઈ રહી છે. તેથી સપનાની દુનિયામાંથી બહાર આવો અને વાસ્તવિકતામાં સમજદારીથી કામ કરો. નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ન દો.

જો કોઈ નવો ધંધો કે કામ શરૂ કરવાની યોજના છે, તો સફળતા ઘણી મહેનત બાદ જ મળશે. તેથી હિંમત રાખો. કોઈ પણ સમસ્યામાં અનુભવી વ્યક્તિનો અભિપ્રાય લો. કર્મચારીઓ સાથે ચાલી રહેલી સમસ્યા પણ હલ થઈ શકે છે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમીઓ વચ્ચે વાદ-વિવાદના લીધે બ્રેક-અપ સુધી વાત વધી શકે. સાવચેતીઓ- વધુ પડતાં બહારના ખોરાક પર નિર્ભર ન રહેવું. પેટની સમસ્યા થઈ શકે છે.

લકી રંગ – જાંબલી લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 7

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati