તુલા/વૃશ્ચિક રાશિફળ, 6 જુલાઇ: ગ્રહોનું પરિભ્રમણ સાબિત થશે લાભકારી, પ્રેમીઓ આ વાતનું રાખે ખાસ ધ્યાન

તુલા/વૃશ્ચિક રાશિફળ, 6 જુલાઇ: ગ્રહોનું પરિભ્રમણ સાબિત થશે લાભકારી, પ્રેમીઓ આ વાતનું રાખે ખાસ ધ્યાન
Horoscope Today 6 July 2021

Libra and Scorpio Aaj nu Rashifal Horoscope Today 6 July 2021: તુલા રાશિ વાળાને ધાર્મિક પ્રવૃતિઓમાં રુચિ વધશે

TV9 GUJARATI

| Edited By: Rahul Vegda

Jul 06, 2021 | 7:17 AM

Horoscope Today 6 July 2021: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? તુલા-વૃશ્ચિક જાતકોએ પોતાના દિવસ દરમ્યાન શું રાખવું પડશે ધ્યાન ? શું છે આજનો આપનો લકી નંબર, રંગ અને અક્ષર ? ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: ગ્રહોનું પરિભ્રમણ આપના માટે લાભકારક સાબિત થશે. ઘરના વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શન તમારા માટે શુભ રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ સમય વિતાવીને તમે તાજગી અનુભવશો.

કોઈ પણ જગ્યાએ રોકાણ કરવા અથવા કોઈપણને નાણાં આપતા પહેલા એક કાળજીપૂર્વક વિચારી લેવું. ભાવનાઓમાં આવીને તમે પોતાને નુકસાન પહોંચાડી શકો છો. માતા-પિતાના આત્મ સન્માનને કોઈપણ રીતે નુકસાન ન પહોંચે તેની કાળજી લો.

થોડા સમયથી ચાલતી ધંધાની સમસ્યાનું આજે નિરાકરણ આવી શકે છે. આજે અચાનક કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને કેટલીક વ્યવસાયિક માહિતીની આપ-લે પણ થશે.

લવ ફોકસ- વિવાહિત જીવન મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજો ઉભી ન થવા દો. એકબીજાની ભાવનાઓને માન આપો.

સાવચેતીઓ- ગળામાં દુખાવો, અથવા ચામડીને લાગતાં રોગ વધી શકે છે. પરંપરાગત સારવારને વિશેષ મહત્વ આપો અને સાવચેતી રાખો.

લકી રંગ – લીલો લકી અક્ષર – V ફ્રેંડલી નંબર – 5

વૃશ્ચિક: નજીકના સંબંધીની સમસ્યાનું નિરાકરણ કરવામાં તમારો પૂરો સહયોગ રહેશે. જે તમને માનસિક શાંતિ આપશે. પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્ય સંબંધિત યોજનાઓ પણ બનાવી શકશો.

આજે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેશો. આ તમારી પ્રતિષ્ઠાને ઠેંસ પહોચી શકે છે. પોતાના સંતાન વિશે કોઈ પણ અણગમતી વાત જાણીને મન દુ:ખી થઈ જશે. પરંતુ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે હેન્ડલ કરી શકશો.

નોકરી ધંધાની જગ્યાઓ પર તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે. પરંતુ હમણાંથી સખત મહેનત કરવાની સ્થિતિ પણ રહેશે. તમારી પદ્ધતિમાં ફેરફાર લાવવા માટે ધ્યાન કરો અને આત્મમંથન કરો. ચોક્કસ ત્યાં કેટલાક રસ્તાઓ મળી રહેશે. અજાણ્યા લોકો સાથે સંપર્કમાં ન આવો.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય સુમેળ રહેશે. નજીકના મિત્ર સાથે વાતચીત કરવાથી મન પ્રસન્ન થશે.

સાવચેતીઓ- વધારે કામના ભારને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. તમારી નિયમિત તપાસ કરો અને તમારા આરામ માટે થોડો સમય કાઢો

લકી રંગ – ગુલાબી લકી અક્ષર – C ફ્રેંડલી નંબર – 6

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati