સિંહ/કન્યા રાશિફળ, 5 જુલાઇ: થોડા સમયથી આવી રહેલા અવરોધો પણ મોટા પ્રમાણમાં થશે દૂર, સરકારી કર્મચારીઓને મળી શકે છે ખુશ ખબર

સિંહ/કન્યા રાશિફળ, 5 જુલાઇ: થોડા સમયથી આવી રહેલા અવરોધો પણ મોટા પ્રમાણમાં થશે દૂર, સરકારી કર્મચારીઓને મળી શકે છે ખુશ ખબર
Horoscope Today 5 July 2021

Leo and virgo Aaj nu Rashifal Horoscope Today 5 July 2021: કન્યા રાશિ વાળા પોતાના પરિવારને સાથે રાખીને નવું કાર્ય શરૂ કરે

TV9 GUJARATI

| Edited By: Rahul Vegda

Jul 05, 2021 | 7:12 AM

Horoscope Today 5 July 2021: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? સિંહ-કન્યાના જાતકોએ પોતાના દિવસ દરમ્યાન શું રાખવું પડશે ધ્યાન ? શું છે આજનો આપનો લકી નંબર, રંગ અને અક્ષર ? ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: આજે તમે તમારા બાળકની કોઈપણ સિદ્ધિ પર ગર્વ અનુભવશો. આજે ખર્ચ વધુ જણાશે પરંતુ આ ખર્ચ સારી જગ્યાએ થવાથી ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. કોઈ પણ સામાજિક સંસ્થા સાથે જોડાઇને મદદ કરી શકશો. જેથી મન પ્રફુલ્લિત રહે.

નજીકના વ્યક્તિના માઠા સમાચાર સાંભળીને દુખની લાગણી થાય, ટૂંકા સમય માટે કોઈ વાતને લઈને તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે. પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પણ પ્રકાનું જોખમ ન લો.

બિઝનેસમાં આજે વધારાની આવકની સ્થિતિ થઈ શકે છે. થોડા સમયથી આવી રહેલા અવરોધો પણ મોટા પ્રમાણમાં દૂર થઈ જશે. સરકારી કર્મચારીઓ તેમની ઇચ્છિત કોઈપણ જગ્યાએ ટ્રાન્સફર સંબંધિત માહિતી મેળવી શકે છે. જેમાં બઢતી પણ શક્ય છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધના મામલામાં સાવચેત રહેવું. કેટલીક ગુપ્ત બાબતો બહાર આવી શકે છે. ઘરમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.

સાવચેતીઓ- વર્તમાન વાતાવરણને લીધે મનમાં કેટલીક નકારાત્મકતા હાવી થઈ શકે છે. પરંતુ તબિયત બરાબર રહેશે.

લકી રંગ – લીલો લકી અક્ષર – N ફ્રેંડલી નંબર – 2

કન્યા: જો કોઈ જગ્યાએ પૈસા અટવાયા છે તો તેને પરત મેળવવા માટે આ એકદમ યોગ્ય સમય છે. તમામ કાર્ય વ્યવસ્થિત રીતે થતાં હોવાથી મનમાં સંતોષની ભાવના રહેશે. અત્યારે બધા સાથે હળી-મળીને રહેવાનો સમય છે. આપના સંપર્કોને વધાવનાઓ સમય છે.

પરંતુ કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો. છેતરપિંડી થઈ શકે છે. તમારી પીઠ પાછળ તમારી બુરાઈ થઈ શકે છે, જેના કારણે થોડા સમય માટે નકારાત્મક વિચારો તમારી પર હાવી થઈ જશે. ઘરના વડીલોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

તમે પર્સનલ અને પ્રોફેશનલ કામ વચ્ચે વધુ સારા સંકલન જાળવશો. કામનું દબાણ ચોક્કસપણે રહેશે, પરંતુ તમે તેમને ગંભીરતાથી પૂર્ણ કરશો. સાથીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. સરકારી ક્ષેત્રે લાભ મળે તેવી સંભાવના વધારે છે.

લવ ફોકસ- તમારી યોજનામાં તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સમાવેશ કરો. તમને ચોક્કસ સલાહ મળી રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મીઠાશ રહેશે.

સાવચેતીઓ- શરીરમાં થોડી નબળાઇ અનુભવાશે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

લકી રંગ- લાલ લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 6

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati