લિફ્ટની સાથે ધડામ થયા કમલનાથ અને 20 કોંગ્રેસી નેતા, ઓવરલોડ થતા 10 ફુટથી નીચે પડી લિફ્ટ

મલનાથ DNS હોસ્પિટલમાં દાખલ પૂર્વ મંત્રી રામેશ્વર પટેલની ખબર પુછવા ગયા હતા. ત્યાં લિફ્ટમાં ભાર વધી જવાને કારણે અકસ્માત સર્જાયો હતો. 15 લોકોની ક્ષમતાવાળી આ લિફ્ટમાં 20 લોકો સવાર થઇ ગયા હતા.

  • tv9 webdesk37
  • Published On - 11:41 AM, 22 Feb 2021
KamalNath lift accident, elevator falls below 10 feet due to overload
ફાઈલ ફોટો

મધ્યપ્રદેશ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને ઇન્દોરમાં લિફ્ટ (lift) અકસ્માત નડ્યો હતો. કમલનાથ જે લિફ્ટમાં ચડ્યા તે જ્યારે ઓવરલોડ થઇ જતા 10 ફૂટ નીચે પડી ગઈ હતી. ત્યાં હાજર સૌ લોકો ગભરાઇ ગયા હતા. કમલનાથ DNS હોસ્પિટલમાં દાખલ પૂર્વ મંત્રી રામેશ્વર પટેલની ખબર પુછવા ગયા હતા.

લિફ્ટમાં ભાર વધી જવાને કારણે અકસ્માત થયો હતો. 15 લોકોની ક્ષમતાવાળી આ લિફ્ટમાં (lift) 20 લોકો સવાર થઇ ગયા હતા. કમલનાથ સાથે પૂર્વ મંત્રી જીતુ પટવારી અને સજ્જનસિંહ વર્મા પણ હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ ઈન્દોર વહીવટી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો હતો. તાત્કાલિક લિફ્ટ એન્જિનિયરને બોલાવવામાં આવ્યા હતા અને કમલનાથ સહિતના તમામ નેતાઓને લિફ્ટનો દરવાજો તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે કમલનાથ ગભરાઈ ગયા હતા અને તેમની તબિયત લથડી ગઈ હતી.

 

 

આ અકસ્માત અંગેની માહિતી મળતાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કમલનાથને ફોન કરીને તબિયત પૂછી હતી. ત્યારબાદ તેમણે ટ્વિટ કર્યું હતું કે ઈન્દોરની ખાનગી હોસ્પિટલની લિફ્ટમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ જી અને અન્ય સાથીદારોના અકસ્માત વિશે માહિતી મળી. ફોન પર તેમની ખબર પૂછી. ભગવાનની કૃપા છે કે બધા સલામત છે. આ અકસ્માતની તપાસ માટે ઇન્દોર કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસે ઈન્દોરમાં લિફ્ટ તૂટવાને ગંભીર ગણાવ્યું હતું અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની સુરક્ષામાં ગંભીર ક્ષતિ ગણાવી હતી.