Horoscope Today-Taurus: વૃષભ રાશિના જાતકોને આજે બિનજરૂરી ખર્ચાઓનું પ્રમાણ વધુ રહેશે, નાણા સંબધીત કાર્યમાં જાળવણી રાખો

Aaj nu Rashifal: બિનજરૂરી ખર્ચાઓનું પ્રમાણ વધુ રહેશે.એકાગ્રતાના અભાવે કોઈ કામ બગડી શકે છે. નકારાત્મક વલણ ધરાવતા લોકો તમારા કામમાં અવરોધ લાવી શકે છે.

Horoscope Today-Taurus: વૃષભ રાશિના જાતકોને આજે બિનજરૂરી ખર્ચાઓનું પ્રમાણ વધુ રહેશે, નાણા સંબધીત કાર્યમાં જાળવણી રાખો
Taurus
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Sep 23, 2022 | 6:02 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃષભ રાશિ

કોઈ નજીકના મિત્ર અથવા સંબંધી સાથે તમારી સમસ્યાઓ શેર કરીને, તમને ચોક્કસપણે ઉકેલ મળશે. જેના કારણે તમને તણાવમાંથી ઘણી રાહત મળશે. લગ્ન સંબંધિત પરિવારના સભ્યના આગમનથી ઘરમાં ખુશીઓ રહેશે.

બિનજરૂરી ખર્ચાઓનું પ્રમાણ વધુ રહેશે.એકાગ્રતાના અભાવે કોઈ કામ બગડી શકે છે. નકારાત્મક વલણ ધરાવતા લોકો તમારા કામમાં અવરોધ લાવી શકે છે. બહેતર રહેશે કે તમે બધા નિર્ણયો જાતે જ લો.

તમને મીડિયા અથવા ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા બિઝનેસ સંબંધિત નવી માહિતી મળશે. કાર્યસ્થળ પર શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. આ સમયે કોઈ ઓર્ડર કેન્સલ થવાની પણ સંભાવના છે, તેથી નવા કામમાં રસ લેશો નહીં.

લવ ફોકસઃ– પતિ-પત્નીએ એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. પરિવાર સાથે કોઈ મનોરંજન સ્થળ પર જવાની તક પણ મળશે.

સાવચેતી– સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ તણાવ જેવી પરિસ્થિતિઓથી બચવું જરૂરી છે. માથાનો દુખાવો ચાલુ રહી શકે છે.

લકી કલર – ગુલાબી

લકી અક્ષર – A

લકી નંબર – 9

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati