Horoscope Today: દૈનિક રાશિફળ, ધન/મકર 21 જુલાઇ: આજે પ્રેમીઓને નિકટ આવવાની તક, આર્થિક પ્રવૃતિઓમાં રાખવું ધ્યાન

Aaj nu Rashifal: અતિશય કામને લીધે તમે પરિવાર માટે વધારે સમય આપી શકશો નહીં. પરંતુ પરિવારના સભ્યોનો સહયોગ તમારી તરફ રહેશે.

  • Publish Date - 6:44 am, Wed, 21 July 21 Edited By: Pinak Shukla
Horoscope Today: દૈનિક રાશિફળ, ધન/મકર 21 જુલાઇ: આજે પ્રેમીઓને નિકટ આવવાની તક, આર્થિક પ્રવૃતિઓમાં રાખવું ધ્યાન
Horoscope Today

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

ધન: કેટલાક સારા સમાચારને લીધે, પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે. વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહકાર તમારી ખોવાયેલી પ્રતિષ્ઠાને ફરીથી બેઠી કરશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમની યોજના પણ બનશે.

અન્યના સૂચનોને ગંભીરતાથી લો. અને સબંધોની મર્યાદાને ધ્યાનમાં રાખો. કોઈપણ અયોગ્ય કૃત્ય અને તમારો ગુસ્સો તમારા સન્માનમાં નેગેટિવ અસર કરી શકે છે. આ સમયે અચાનક મોટો ખર્ચ પણ સામે આવશે.

વ્યવસાય વધારવાની યોજના આજે મુલતવી રાખો. અને ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. સંપત્તિ સંબંધિત કાર્યોમાં થોડી કાળજી લેવી જરૂરી છે. આ તમને કોઈ મોટી મુશ્કેલીથી બચાવે છે. નોકરીમાં બઢતી મળવાની સંભાવના છે.

લવ ફોકસ- કોઈ પણ બહારના વ્યક્તિને વિવાહિત જીવનમાં દખલ ન થવા દો. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે.

સાવચેતીઓ- માથાનો દુખાવો અને બ્લડ પ્રેશરની વધતી સમસ્યાઓથી તમે પરેશાન થશો. બદલાતા વાતાવરણથી પોતાને બચાવો.

લકી રંગ – સફેદ
લકી અક્ષર – A
ફ્રેંડલી નંબર – 2

 

મકર: નજીકના સંબંધીઓ ઘરે આવવાથી ઘરનું વાતાવરણ હળવું રહે. અને પરસ્પર સંબંધોમાં પણ નિકટતા વધશે. થોડા સમયથી કાર્યોમાં જે અડચણ આવી રહી હતી, આજે તે ખૂબ જ સરસ અને સરળ રીતે હલ કરવામાં આવશે.

સંતાનોની સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે નિરાકરણ લાવો. ઠપકો તેમનામાં નેગેટિવ લાગણી પેદા કરી શકે છે. એ પણ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના સારા અને ખરાબ પાસાઓ વિશે બરાબર જાણી લેવું.

વેપારમાં કેટલાક નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. પરંતુ કોઈપણ સોદાને ફાઇનલ કરતી વખતે સમજદારીથી કામ લેવું. ઓફિસની મિટિંગમાં ભાષા પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. જીવનસાથીની સલાહ કોઈ વિશેષ કાર્યમાં સારી રહેશે.

સાવચેતીઓ- કરોડરજ્જૂ અને ખભામાં દુખાવો વધી શકે છે. સારવાર લેવાની સાથે સાથે યોગ અને વ્યાયામ પર પણ ધ્યાન આપો.

લકી રંગ- મરૂન
લકી અક્ષર – N
ફ્રેંડલી નંબર – 6