Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 17 સપ્ટેમ્બર: ધંધામાં ઉત્તમ પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે, સમયનો સારો ઉપયોગ કરો

Aaj nu Rashifal: પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે. પરંતુ બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 17 સપ્ટેમ્બર: ધંધામાં ઉત્તમ પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે, સમયનો સારો ઉપયોગ કરો
Horoscope Today

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: તમારા કાર્ય પ્રત્યેનું તમારું સમર્પણ તમારા માટે યોગ્ય પરિણામો તરફ દોરી જશે. ધાર્મિક કાર્યોમાં પણ રસ જાગશે. જો કોઈ પૂર્વજોની સંપત્તિ સંબંધિત સમસ્યા ચાલુ છે, તો તેમાં યોગ્ય સમાધાન થઈ શકે છે.

તમારી કોઈ કીમતી વસ્તુ ખોવાઈ જવાની શક્યતાઓ છે. તેથી તમારી વસ્તુઓની જાતે કાળજી લો. બીજા પર વિશ્વાસ રાખવો તે યોગ્ય નથી. કેટલીક જૂની નેગેટિવ વાતો યાદ કરવાથી મન ખરાબ થશે

ધંધામાં ઉત્તમ પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે. સમયનો સારો ઉપયોગ કરો. જાહેર વ્યવહાર સંબંધિત કામ પર વધુ ધ્યાન આપવું. પરંતુ ધ્યાન રાખવું કે જે વાત તમે ગુપ્ત રાખવા માંગો છો ત કદાચ ખુલ્લી પડી જાય. જેથી ચેતીને રહેવું.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે. પરંતુ બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં.

સાવચેતીઓ- શારીરિક અને માનસિક થાક લાગશે. મનગમતી પ્રવૃતિઓ માટે સમય કાઢવો.

લકી રંગ – ગુલાબી
લકી અક્ષર – H
ફ્રેંડલી નંબર – 9

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati