Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં
તમારા મોટાભાગના કામ ઇચ્છિત રીતે પૂર્ણ થશે. આવકના કોઈ સ્ત્રોત પણ હશે. ભવિષ્યની યોજનાઓને લઈને ઉત્સાહિત રહેશો. તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય પણ વખાણવા લાયક રહેશે. જનસંપર્કનો વિસ્તાર કરો. સામાજિક ક્ષેત્રે પણ તમારી લોકપ્રિયતા જળવાઈ રહેશે.
આ સમયે તમારા પર વધારાના કાર્યો ન લો. કારણ કે તેના કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. આર્થિક પ્રવૃતિઓમાં હજુ વધુ સકારાત્મક પરિણામો મળશે નહીં. નવું રોકાણ કરતા પહેલા સારી રીતે વિચાર કરો. સંબંધીઓ પાસેથી કોઈપણ પ્રકારના સહયોગની અપેક્ષા ન રાખો. પૈસાના મામલામાં વિવાદ થઈ શકે છે.
વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ પર કામ શરૂ થશે. નવી મશીનરી અને નવી ટેક્નોલોજી વગેરેના ઉપયોગને લગતી પદ્ધતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. પરંતુ રાજકીય બાબતોમાં સાવચેત રહો, બોસ અથવા અધિકારીઓ કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે.
લવ ફોકસઃ– પતિ-પત્ની પરસ્પર સંવાદિતા દ્વારા ઘરની વ્યવસ્થા યોગ્ય રાખશે. પરંતુ પ્રેમસંબંધો ખુલી જવાનો પણ ભય રહે છે.
સાવચેતી– ખરાબ ટેવો અને ખોટી સંગતથી દૂર રહો. તમારો શારીરિક અને માનસિક તણાવ વધી શકે છે.
લકી કલર – વાદળી
લકી અક્ષર – P
ફ્રેન્ડલી નંબર- 1