Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 05 સપ્ટેમ્બર: પારિવારિક અને સામાજિક કાર્યમાં વ્યસ્તતા રહેશે, છેતરપિંડીથી સાવધાન

Aaj nu Rashifal: વધુ પડતા કામને કારણે તમે થાક અને નબળાઈ અનુભવશો. આરામ કરવા માટે થોડો સમય કાઢવાની જરુર.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 05 સપ્ટેમ્બર: પારિવારિક અને સામાજિક કાર્યમાં વ્યસ્તતા રહેશે, છેતરપિંડીથી સાવધાન
Horoscope Today

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ: આ સપ્તાહ પારિવારિક અને સામાજિક કાર્યમાં વ્યસ્તતા રહેશે. સંપર્કો સ્થાપિત થશે તેમજ અનુભવી લોકો સાથે ઓળખાણ પણ વધશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ધાર્મિક યાત્રા પૂર્ણ થઈ શકે છે.

પરંતુ અજાણ્યા લોકો સાથે તમારી કોઈ પણ અંગત બાબતો શેર કરશો નહીં, તમને કોઈ પ્રકારની છેતરપિંડી પણ થઈ શકે છે. આળસને તમારા પર હાવી ન થવા દો, કારણ કે તે તમારા મહત્વના કાર્યોને અધૂરા છોડી શકે છે આ સમય સખત મહેનત કરવાનો છે.

નવા વ્યવસાયિક સંપર્કો કરવામાં આવશે. એડવાન્સ ટેકનિકલ માહિતી પણ ઉપલબ્ધ થશે. જે તમારા વ્યવસાય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વેપાર વધારવાના તમારા પ્રયત્નો પણ ઘણી હદ સુધી સફળ થશે.

લવ ફોકસ- ઘર અને વ્યવસાયમાં યોગ્ય સુમેળ રહેશે. તમે પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કરશો અને તમે આમાં સફળ પણ થશો.

સાવચેતી- વધુ પડતા કામને કારણે તમે થાક અને નબળાઈ અનુભવશો. આરામ કરવા માટે થોડો સમય કાઢવાની જરુર છે.

લકી કલર – વાયોલેટ
લકી અક્ષર – R
ફ્રેંડલી નંબર – 8

Click on your DTH Provider to Add TV9 Gujarati