Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોને આજે નાણાં સંબંધિત કાર્યોમાં સકારાત્મક પરિણામ મળશે

Aaj nu Rashifal: વધારે વિચાર કરવાથી કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ હાથમાંથી નીકળી શકે છે. સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી જાળવી રાખો.

Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોને આજે નાણાં સંબંધિત કાર્યોમાં સકારાત્મક પરિણામ મળશે
Aquarius
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 6:11 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ રાશિ

કોઈ સારા સમાચારને કારણે દિવસ ખૂબ જ આનંદમાં પસાર થશે. ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ખુશીઓ આવશે. નાણાં સંબંધિત કાર્યોમાં સકારાત્મક પરિણામ મળશે. આ સમયે નફાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે.

તમારી ઉર્જા અને ક્ષમતાનો પૂરો ઉપયોગ કરો અને બેદરકારી અને આળસ જેવી બાબતોને તમારા પર હાવી થવા ન દો. વધારે વિચાર કરવાથી કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ હાથમાંથી નીકળી શકે છે. સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી જાળવી રાખો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઉત્તમ રહેશે. વીમા, પોલિસી વગેરેને લગતા વ્યવસાયમાં નફાકારક સ્થિતિ સર્જાઈ રહી છે. પરંતુ આ સમયે સ્પર્ધાનો પણ સામનો કરવો પડશે. નોકરીમાં સહકર્મીની ગતિવિધિઓને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

લવ ફોકસઃ– પતિ-પત્ની વચ્ચે સુખદ સંવાદિતા રહેશે. જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત તમને ઉર્જાવાન અને તાજગી આપશે.

સાવચેતી– આહાર અને દિનચર્યા પ્રત્યે બેદરકારી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. વ્યવસ્થિત દિનચર્યા રાખવી વધુ સારું છે.

લકી કલર – ગુલાબી

લકી અક્ષર – M

ફ્રેન્ડલી નંબર – 8

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">