Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોને આજે અણધારી લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે, સ્વાસ્થ્ય સારું રહેશે

Aaj nu Rashifal: આજે કાર્યસ્થળ પર જ ધ્યાન આપો. માર્કેટિંગ અથવા બાહ્ય પ્રવૃત્તિઓ મુલતવી રાખવી યોગ્ય રહેશે. કોઈ બહારની વ્યક્તિની દખલગીરી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. નોકરી ધંધાના લોકોને પ્રમોશન સંબંધિત કોઈ સારા સમાચાર મળશે.

Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોને આજે અણધારી લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે, સ્વાસ્થ્ય સારું રહેશે
Aquarius
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 22, 2022 | 6:11 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

કુંભ રાશિ

કેટલાક પડકારો સામે આવશે, પરંતુ તમને પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય પાસેથી યોગ્ય સલાહ પણ મળશે. આજે બપોર બાદ અણધારી લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે. તમારી ક્ષમતા અને પ્રતિભા પર વિશ્વાસ રાખો.

તમારા સ્વભાવમાં વધુ પરિપક્વતા લાવો અને સંજોગોનું ગંભીરતાથી ચિંતન કરો. તમારી લાપરવાહી અને મસ્તી ના કારણે ઘણા ચાલુ કામો પણ અટકી શકે છે. આ સાથે કેટલાક લોકોના મનમાં ગેરસમજ પણ ઉભી થશે.

આજે કાર્યસ્થળ પર જ ધ્યાન આપો. માર્કેટિંગ અથવા બાહ્ય પ્રવૃત્તિઓ મુલતવી રાખવી યોગ્ય રહેશે. કોઈ બહારની વ્યક્તિની દખલગીરી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. નોકરી ધંધાના લોકોને પ્રમોશન સંબંધિત કોઈ સારા સમાચાર મળશે.

લવ ફોકસ– તમારા સ્વભાવની લાગણીશીલતા અને મધુરતા તમને પ્રેમ સંબંધોમાં નજીક લાવશે. વિવાહિત જીવન પણ ખુશહાલ રહેશે.

સાવચેતી– સ્વાસ્થ્ય સારું રહેશે. કામના વધુ પડતા ભારને કારણે થાક અને શરીરના દુખાવા જેવી સ્થિતિ રહેશે.

લકી કલર – ક્રિમ

લકી અક્ષર – S

લકી નંબર – 7

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati