
ચંદ્રગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ખગોળીય ઘટનાના કારણે થતા ગ્રહોના પરિવર્તનની અસર રાશિ પર પણ પડે છે. જો કે આ પરિવર્તન કેટલાક માટે સુખદ તો કેટલાક માટે અશુભ સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે, આ દરમિયાન કોઈ પણ કાર્ય કરવું શુભ માનવામાં આવતું નથી.
જો કે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. પરંતુ, હજુ પણ ગ્રહણના કારણે કેટલીક રાશિઓ પ્રભાવિત થઈ શકે છે.
ચાલો જાણીએ કઈ કઈ 6 રાશિઓ પર ગ્રહણની અસર પડશે.
મિથુન રાશિના લોકોને ચંદ્રગ્રહણ શુભ ફળ આપશે. પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, પરંતુ ઉતાવળથી બચવું પડશે. કહેવાય છે કે આર્થિક સ્થિતી મજબૂત બની શકે છે. આ દિવસે તેને કોઈની સાથે અણબનાવ થઈ શકે છે, તેથી કામ શાંતિથી કામ કરવાથી જ થશે.
આ રાશિના લોકો જે પણ કામ કરશે તેમાં સફળતા મળશે. ધન મળવાનો યોગ છે. રોકાણ કરવાથી ઘણો ફાયદો મળી શકે છે. ક્યાંકથી સારા સમાચાર મળવાની સંભાવના છે અને પરિવારના સભ્યો સાથે બગડેલા સંબંધો પણ સુધરી શકે છે. મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે. ધીરજ રાખો.
આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે. ખોવાયેલ નાણા પાછા મળશે. મહેનત કરવાથી સફળતા મળશે. આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે.
ચંદ્રગ્રહણની અસરથી કન્યા રાશિના લોકોની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. વેપારમાં મોટો ફાયદો થશે. કરિયરમાં ફાયદાકારક બદલાવ જોવા મળશે. નવી પ્રોપર્ટી ખરીદવાની તકો બની રહી છે. પરિવારમાં દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.