AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan 2023: ચંદ્રગ્રહણના કારણે આ 6 રાશિઓ પર થશે અસર, થઈ શકે છે મોટો ફેરફાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ખગોળીય ઘટનાના કારણે થતા ગ્રહોના પરિવર્તનની અસર રાશિ પર પણ પડે છે. જો કે આ પરિવર્તન કેટલાક માટે સુખદ તો કેટલાક માટે અશુભ સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે

Chandra Grahan 2023: ચંદ્રગ્રહણના કારણે આ 6 રાશિઓ પર થશે અસર, થઈ શકે છે મોટો ફેરફાર
Chandra Grahan 2023: Lunar eclipse will affect these 6 zodiac signs
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 8:21 AM
Share

ચંદ્રગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ખગોળીય ઘટનાના કારણે થતા ગ્રહોના પરિવર્તનની અસર રાશિ પર પણ પડે છે. જો કે આ પરિવર્તન કેટલાક માટે સુખદ તો કેટલાક માટે અશુભ સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે, આ દરમિયાન કોઈ પણ કાર્ય કરવું શુભ માનવામાં આવતું નથી.

જો કે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. પરંતુ, હજુ પણ ગ્રહણના કારણે કેટલીક રાશિઓ પ્રભાવિત થઈ શકે છે.

ચાલો જાણીએ કઈ કઈ 6 રાશિઓ પર ગ્રહણની અસર પડશે.

  1. મેષ – ચંદ્રગ્રહણના કારણે મેષ રાશિના લોકોના જીવનમાં પરિવારને લઈને થોડી ચિંતા રહી શકે છે. શક્ય છે કે તમારા ઘરમાં લડાઈ જેવું વાતાવરણ હોય.
  2. વૃષભ – વૃષભ રાશિના લોકો પર પણ ગ્રહણની ખરાબ અસર પડી શકે છે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ કારણે પરિવારના તમામ સભ્યો ચિંતામાં રહેશે.
  3. મિથુન – મિથુન રાશિવાળા લોકોને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, પરંતુ સંભવ છે કે સંતાનોને લઈને કોઈ સમસ્યા આવી શકે છે. ચિંતા કરશો નહીં, સમસ્યા સરળતાથી હલ થઈ જશે.
  4. તુલા  – તુલા રાશિવાળા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. માનસિક તણાવમાં વધારો થવાને કારણે તમે અસ્વસ્થતા અનુભવી શકો છો. તમારી સાથે અકસ્માત પણ થઈ શકે છે, તેથી સાવચેત રહો.
  5. ધનુ – ધનુ રાશિના લોકો માટે ધનલાભની સ્થિતિ બની રહી છે. ગ્રહોના પરિવર્તનને કારણે ધનુ રાશિના લોકોને આર્થિક લાભ મળી શકે છે. આ સિવાય જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો તે પણ પૂરું થઈ જશે.
  6. કુંભ – કુંભ રાશિવાળા લોકોએ તેમના માતા-પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગ્રહણને કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. જો તમે ટ્રિપ પર જવાનો પ્લાન બનાવ્યો હોય તો તેને હાલ પૂરતો કેન્સલ કરો. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં નથી.

કઇ કઇ રાશિ પર રહેશે શુભ અસર

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને ચંદ્રગ્રહણ શુભ ફળ આપશે. પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, પરંતુ ઉતાવળથી બચવું પડશે. કહેવાય છે કે આર્થિક સ્થિતી મજબૂત બની શકે છે. આ દિવસે તેને કોઈની સાથે અણબનાવ થઈ શકે છે, તેથી કામ શાંતિથી કામ કરવાથી જ થશે.

સિંહ રાશિ

આ રાશિના લોકો જે પણ કામ કરશે તેમાં સફળતા મળશે. ધન મળવાનો યોગ છે. રોકાણ કરવાથી ઘણો ફાયદો મળી શકે છે. ક્યાંકથી સારા સમાચાર મળવાની સંભાવના છે અને પરિવારના સભ્યો સાથે બગડેલા સંબંધો પણ સુધરી શકે છે. મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે. ધીરજ રાખો.

મકર રાશિ

આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે. ખોવાયેલ નાણા પાછા મળશે. મહેનત કરવાથી સફળતા મળશે. આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે.

કન્યા રાશિ

ચંદ્રગ્રહણની અસરથી કન્યા રાશિના લોકોની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. વેપારમાં મોટો ફાયદો થશે. કરિયરમાં ફાયદાકારક બદલાવ જોવા મળશે. નવી પ્રોપર્ટી ખરીદવાની તકો બની રહી છે. પરિવારમાં દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
g clip-path="url(#clip0_868_265)">