ભારતનો હુમલો અપેક્ષિત હતો, પાકિસ્તાન ઈચ્છે તો પણ પગલાં ભરી શકે તે સ્થિતિમાં નથી, ભારતના હુમલા પર વિદેશ મીડિયાએ પણ લીધી નોંધ

ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં જે હુમલો કરવામાં આવ્યો તેના પર સમગ્ર દુનિયાની મીડિયા દ્વારા નોંધ લેવામાં આવી રહી છે. પાકિસ્તાન મીડિયા ભલે ગમે તેટલાં ખોટાં દાવા કરી રહ્યું હોય પરંતુ વર્લ્ડ મીડિયા દ્વારા તેને ભારતનું સૌથી મજબૂત પગલું ગણવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો : ભારત સામે યુદ્ધની ડંફાસો હાંકતા પાકિસ્તાન સામે ભારતની તાકત બમણી […]

ભારતનો હુમલો અપેક્ષિત હતો, પાકિસ્તાન ઈચ્છે તો પણ પગલાં ભરી શકે તે સ્થિતિમાં નથી, ભારતના હુમલા પર વિદેશ મીડિયાએ પણ લીધી નોંધ
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 11:08 AM

ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં જે હુમલો કરવામાં આવ્યો તેના પર સમગ્ર દુનિયાની મીડિયા દ્વારા નોંધ લેવામાં આવી રહી છે. પાકિસ્તાન મીડિયા ભલે ગમે તેટલાં ખોટાં દાવા કરી રહ્યું હોય પરંતુ વર્લ્ડ મીડિયા દ્વારા તેને ભારતનું સૌથી મજબૂત પગલું ગણવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ભારત સામે યુદ્ધની ડંફાસો હાંકતા પાકિસ્તાન સામે ભારતની તાકત બમણી છે, વિશ્વમાં સૈન્ય તાકાતમાં ભારત ચોથા ક્રમાંકે છે

જેમાં ચીનના સરકારી મીડિયા પણ ભારતની સ્થિતિની પ્રશંસા કરી રહ્યું છે. તેમજ હાલની ભારતીય સરકારની કૂટનીતિની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

1. ધ ન્યૂયોર્ક ટાઇમ્સ : બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ કામ કરી રહ્યું છે. પાંચ દાયકામાં પહેલી વખત ભારતીય વાયુસેનાએ સીમા ઓળંગી છે. ભારત અને પાકિસ્તાન સીમા પર સામાન્ય રીતે ગોળીબાર થતો રહે છે પરંતુ હાલની સ્થિત ખરાબ થઈ રહી છે. જેમાં બંને દેશોએ સંયમ રાખવાની જરૂર છે. જો યુદ્ધ થશે તો બંને દેશોએ ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.

2. વોશિંગન પોસ્ટ : 1971ના યુદ્ધ પછી પહેલી વખત ભારતે LOC ક્રોસ કરીને વિમાન મોકલવામાં આવ્યું છે. છેલ્લે 1999 માં ભારતીયએ જંગ કરી હતી. ભારત જૈશ-એ-મોહમ્મદ સામે પગલાં લેવા માંગે છે. જેના માટે અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ કહ્યું છે કે, ભારત કોઇ પણ મજબૂત પગલાં ભરી શકે છે.

3. ગાર્ડિયન : બ્રિટિશ અખબારે પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે ઇન્ડિયા લોન્ચ એરસ્ટ્રાઇક ઓન પાકિસ્તાન અક્રોસ કાશ્મીર બોર્ડર. જેમાં લખ્યું છે કે, પાકિસ્તાન જંગમાં કૂદયું તો તેની આર્થિક સ્થિતિ પડી ભાંગશે અને તે નાદારી જાહેર કરવાની સ્થિતિમાં પહોંચી જશે.

4.ચીનની મીડિયા : ચીનની સરકારી મીડિયાએ ભારતનો હુમલો સફળ રહ્યો હોવાના દાવાને માન્ય રાખ્યો છે અને પોતાની વાતમાં તેને મજબૂત પગલાં ગણાવ્યા છે.

આ ઉપરાંત અન્ય મીડિયા

આ ઉપરાંત ઇરાન અને ગલ્ફ ન્યૂઝ દ્વારા પણ ભારતના પગલાંની પ્રશંસા કરવામાં આવી છે. અને સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છેકે હાલની ભારતની રાજકીય સ્થિતિને જોતાં ઘણાં દેશ તેની સાથે છે, જેનાથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે.

[yop_poll id=1850]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">