કંગના રનૌત સામે ડ્ર્ગ્સ મુદ્દે થશે તપાસ, સોનિયા ગાંધીને ટવીટ કરીને કંગનાએ કહ્યુ તમારી સરકાર મહિલાને કરે છે હેરાન

કંગના રનૌત સામે ડ્ર્ગ્સ મુદ્દે થશે તપાસ, સોનિયા ગાંધીને ટવીટ કરીને કંગનાએ કહ્યુ તમારી સરકાર મહિલાને કરે છે હેરાન

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સામે હવે મુંબઈ પોલીસ ડ્ર્ગ્સ મુદ્દે તપાસ કરશે. કંગના સામે તપાસ કરવા માટે, મુંબઈ પોલીસ કમિશનરને મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યા છે. તો બીજીબાજુ કંગનાએ ટવીટ કરીને, સોનિયા ગાંધીને આડેહાથે લેવા સાથે અરજ કરી છે. કંગનાએ ટવીટમાં કહ્યું છે કે તમારી સરકાર, મહિલાને હેરાન કરે છે. એક મહિલા તરીકે તમને પીડા નથી […]

Bipin Prajapati

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 7:07 PM

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સામે હવે મુંબઈ પોલીસ ડ્ર્ગ્સ મુદ્દે તપાસ કરશે. કંગના સામે તપાસ કરવા માટે, મુંબઈ પોલીસ કમિશનરને મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યા છે. તો બીજીબાજુ કંગનાએ ટવીટ કરીને, સોનિયા ગાંધીને આડેહાથે લેવા સાથે અરજ કરી છે.
Your govt harassing women, aren't you anguished, Kangana Ranaut attacks Sonia Gandhi 1
કંગનાએ ટવીટમાં કહ્યું છે કે તમારી સરકાર, મહિલાને હેરાન કરે છે. એક મહિલા તરીકે તમને પીડા નથી થતી. ડોકટર બાબા સાહેબ આંબેડકરે આપેલા, બંધારણીય અધિકારોનું તમારી સરકાર જતન નથી કરી રહી. તમે ભલે પશ્ચિમમાં જન્મયા, પરંતુ તમે વર્ષોથી ભારતમાં રહો છો, ત્યારે મહિલાના સંધર્ષ વિષે તમે બહુ સારી રીતે જાણો અને સમજો છો. તમારે આ મુદ્દે દખલગીરી કરવી જોઈએ અને તમારી સરકારને વારવી જોઈએ.
Your govt harassing women, aren't you anguished, Kangana Ranaut attacks Sonia Gandhi 2

સુમન અધ્યહને ભૂતકાળમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંગના ડ્રગ્સ લે છે. આ ઈન્ટરવ્યુના આધારે મુંબઈ પોલીસ હવે કંગના રનૌત સામે ડ્ર્ગ્સ મુદ્દે તપાસ કરશે. મુંબઈ પોલીસને ડ્રગ્સ મુદ્દે તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યા છે. જો કે આ મુદ્દે કંગનાએ ટવીટ કરીને કહી ચૂકી છે કે, પૂરાવા હોય તો અવશ્ય તપાસ કરો.

આ પણ વાંચોઃગુજરાત સરકારે પ્રથમવાર જાહેર કરી હેરીટેઝ પ્રવાસન નીતિ, ઐતિહાસિક કિલ્લા, ઈમારતોમાં શરૂ કરી શકાશે હોટલ-રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati