Yaas Cyclone : 30 મિનીટ મોડા પહોચવા છતા મમતા બેનર્જી PM MODI ની બેઠકમાં શામેલ ન થયા

Yaas Cyclone : PM MODI ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે મમતા બેનર્જી (Mamata Banerjee)નું હાજર રહેવું જરૂરી અને મહત્વનું હતું.

Yaas Cyclone : 30 મિનીટ મોડા પહોચવા છતા મમતા બેનર્જી PM MODI ની બેઠકમાં શામેલ ન થયા
કાલીકુંડામાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
Follow Us:
| Updated on: May 28, 2021 | 5:26 PM

Yaas Cyclone : ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યુ હતું. નુકસાનની સમીક્ષા કરવા કાલીકુંડામાં PM MODI ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે મમતા બેનર્જી (Mamata Banerjee)નું હાજર રહેવું જરૂરી અને મહત્વનું હતું. પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ બેઠકમાં શામેલ થયા નહોતા.

30 મિનીટ મોડા પહોચ્યા અને બેઠકમાં ન જોડાયા આ બેઠકમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) અને પશ્ચિમ બંગાળના મુખ્યસચિવ બંને નક્કી કરેલા સમય કરતા 30 મિનીટ મોડા પહોચ્યા હતા. 30 મિનીટ મોડા પહોચવા છતા મમતા બેનર્જી PM MODI ની બેઠકમાં શામેલ થયા ન હતા અને એક કાગળ આપી અન્ય બેઠકમાં જવાનું કારણ આપી નીકળી ગયા હતા. મમતા બેનર્જીએ જે કાગળ આપ્યો એમાં યાસ વાવઝોડા અંગે થયેલા નુકસાનની વિગતો હતી. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મમતા બેનર્જી એ જ પરિસરમાં હોવા છતાં PM MODI ની બેઠકમાં શામેલ થયા ન હતા.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

બેઠકમાં શામેલ ન થવા અંગે મમતાએ કરી સ્પષ્ટતા PM MODI ની બેઠકમાં શામેલ ન થવા અંગે મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee)એ સ્પષ્ટતા કરી હતી. બેઠકમાંથી તરત જ નીકળ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યના મુખ્ય સચિવે પીએમ નરેન્દ્ર મોદીને યાસ વાવઝોડાને કારણે રાજ્યમાં થયેલા નુકસાન અંગેનો અહેવાલ સોંપ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં મોડા પહોંચ્યા બાદ અને તાત્કાલિક રવાના થયા પછી મમતા બેનર્જીએ બાદમાં સ્પષ્ટતા કરી કે તેમને આ બેઠક વિશે ખબર નથી.

શું આ હતું કારણ ? PM MODI ની બેઠકમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) ના શામેલ ન થવા અંગે વિવિધ અટકળો થઇ રહી છે. આ બેઠકમાં મમતા બેનર્જીની ગેરહાજરીનું સૌથી મોટું કારણ ભાજપ નેતા સુવેંદુ અધિકારીને માનવામાં આવે છે. કેમ કે વડાપ્રધાન મોદીની આ બેઠકમાં વિપક્ષ નેતા તરીકે સુવેંદુ અધિકારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ પણ બેઠકમાં જોડાયા હતા. ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ મમતા બેનર્જીને વિધાનસભા ચૂંટણીમાં હરાવ્યાં હતા.

આ પણ વાંચો : New IT Rules : કેન્દ્રની ફટકાર બાદ Twitter ની મુશ્કેલીઓ વધી, દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર વિરૂદ્ધ થઇ અરજી

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">