પંજાબ કોંગ્રેસમાં ત્રીજો મોરચો ખુલશે, સિદ્ધુની 30 પ્રધાન-ધારાસભ્યોની બેઠક, બાજવાના ઘરે યોજાઈ બેઠક

punjab congress : શનિવારે કેપ્ટન અમરિન્દરસિંહ, રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવાને મળ્યા હતા. આ પછી રવિવારે પંજાબના સાંસદોની બેઠક પ્રતાપસિંહ બાજવાના દિલ્લી સ્થિત નિવાસ સ્થાને યોજાઈ છે.

પંજાબ કોંગ્રેસમાં ત્રીજો મોરચો ખુલશે, સિદ્ધુની 30 પ્રધાન-ધારાસભ્યોની બેઠક, બાજવાના ઘરે યોજાઈ બેઠક
પંજાબ કોંગ્રેસમાં ત્રીજો મોરચો ખુલશે ? સિદ્ધુની 30 પ્રધાન-ધારાસભ્યોની સાથે યોજાઈ બેઠક
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 18, 2021 | 2:25 PM

કેન્દ્રીય નેતાગીરીની સમજાવટ પછી પણ પંજાબ કોંગ્રેસમાં મતભેદનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ઉપરથી કોંગ્રેસમાં નવજોતસિંહ સિધ્ધુ અને કેપ્ટન અમરિન્દરસિંહના જૂથ વચ્ચે પ્રતાપસિંહ બાજવાનું જૂથ ઊભુ થયુ છે. ગઈકાલ શનિવારે કેપ્ટન અમરિંદર સિંહ સાથેની મુલાકાત બાદ, રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવાએ આજે રવિવારે તેમના ઘરે પંજાબના તમામ સાંસદોની બેઠક બોલાવી છે.

પંજાબ કોંગ્રેસમાં જૂથવાદ વકરી ચૂક્યો છે. નવજોતસિંહ સિદ્ધુની સક્રિયતાને કારણે રાજકીય ગતીવિધી ઝડપી બની ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ટૂંક સમયમાં સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન સોપી દેવામાં આવશે. રવિવારે સિદ્ધુ પટિયાલામાં પોતાનું નિવાસસ્થાન છોડીને કેબિનેટ મંત્રી સુખજીંદર સિંઘ રંધાવા અને અન્ય છ ધારાસભ્યો સાથે ધારાસભ્ય મદન લાલના ઘરે પહોંચ્યા હતા. તો બીજી બાજુ પંજાબમાં ખેડુતો અને કોંગ્રેસના પ્રશ્નો અંગે રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવાના નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાને એક મોટી બેઠક યોજાઈ છે.

સમાચાર સંસ્થાના અહેવાલને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવાયુ છે કે, શનિવારે સિદ્ધુએ પંજાબના 30 ધારાસભ્યો અને પ્રધાનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. શનિવારે સિદ્ધુએ પંચકુલામાં કોંગ્રેસના હાલના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખારને પણ મળ્યા હતા. સિદ્ધુએ મંત્રીઓ અને ધારાસભ્યો સાથે બપોરના ભોજન કર્યુ હોવાની તસ્વીરો વાયરલ થઈ હતી.

બીજી તરફ, કેપ્ટન અમરિંદર સિંહે, સિદ્ધુ વિરુદ્ધ માંડેલો મોરચો હવે નરમ પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. શનિવારે કેપ્ટન અમરિન્દરસિંહ, રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવાને મળ્યા હતા. આ પછી રવિવારે પંજાબના સાંસદોની બેઠક પ્રતાપસિંહ બાજવાના દિલ્લી સ્થિત નિવાસ સ્થાને યોજાઈ છે. જેમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સાંસદોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં હવે પંજાબ કોંગ્રેસમાં ત્રણ મોરચા ખુલી ગયા છે. પ્રતાપસિંહ બાજવાએ કહ્યું કે અમે પંજાબના કોંગ્રેસના તમામ સાંસદોને ખેડૂતોના મુદ્દા પર વ્યૂહરચના બનાવવા અને પક્ષ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા બેઠક યોજી છે.

શનિવારે કેપ્ટન અમરિંદર સિંહ અને પ્રતાપસિંહ બાજવા વચ્ચેની બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. તેમાંથી ઘણા રાજકીય અર્થ તારવવામાં આવી રહ્યા છે. પ્રતાપ બાજવા અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચેના મતભેદો, પંજાબ કોંગ્રેસમાં જાણીતા છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન બાજવા કેપ્ટનની કામગીરી પર સતત આંગળી ચીંધી રહ્યા છે. પરંતુ નવજોત સિંહ સિદ્ધુ પ્રકરણ બાદ, શનિવારે બાજવા અને અમરિન્દરસિંહ વચ્ચેની મુલાકાતે અનેક નવા સમીકરણ રચ્યા હોવાનું જાણકારોનું માનવુ છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati