પેટાચૂંટણીમાં અમરાઈવાડી બેઠક પર પોસ્ટર-વૉરથી કોને થશે ફાયદો અને કોના માટે ઉભી થશે મુશ્કેલી?

પેટાચૂંટણીમાં અમરાઈવાડી બેઠક પર પોસ્ટર-વૉરથી કોને થશે ફાયદો અને કોના માટે ઉભી થશે મુશ્કેલી?

આમ તો ગુજરાત વિધાનસભાની 6 બેઠક ઉપર જ પેટાચૂંટણી યોજાઇ રહી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ પોતાની એડીચોટીનું જોર 6 બેઠક પર લગાવતું જોવા મળી રહ્યું છે. જ્યાં એક તરફ ભાજપ પોતાની જીતનું પુનરાવર્તન કરવા મહેનત કરી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ 6 બેઠકો પર પંજાની મહોર મારવા કમર કસી રહી છે. આમ […]

Kinjal Mishra

| Edited By: TV9 Webdesk12

Oct 16, 2019 | 1:07 PM

આમ તો ગુજરાત વિધાનસભાની 6 બેઠક ઉપર જ પેટાચૂંટણી યોજાઇ રહી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ પોતાની એડીચોટીનું જોર 6 બેઠક પર લગાવતું જોવા મળી રહ્યું છે. જ્યાં એક તરફ ભાજપ પોતાની જીતનું પુનરાવર્તન કરવા મહેનત કરી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ 6 બેઠકો પર પંજાની મહોર મારવા કમર કસી રહી છે. આમ તો તમામ બેઠકો પર હાલમાં તો કાંટાની ટક્કર છે. પણ જેમ-જેમ પ્રચારનો સમય પૂર્ણ થવાની નજીક છે ત્યારે અમરાઈવાડી બેઠક પર પોસ્ટર વોર જોવા મળે છે.

આ પણ વાંચોઃ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે ખૂશ ખબર…રદ થયેલી પરીક્ષા આ તારીખે યોજાશે

આમ તો આ બેઠક પર બંને પક્ષના ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારથી જ ચર્ચામાં છે. કેમ કે, બંને ઉમેદવારો એકબીજાના સારા મિત્રો પણ છે. સાથે જ પૂર્વ મુખ્યપ્રધાન તથા હાલમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જૂથના છે. આનંદીબેન પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે ભાજપને રામરામ કહી કોંગ્રેસના પંજાનો સાથ લીધો હતો.

આ બેઠક પર પટેલ vs પટેલની જંગ છે. જો કે શરૂઆતમાં રાજકીય પંડિતો બેઠક ભાજપની જીતવાળી બેઠક માનતા હતા. પરંતુ જેમ-જેમ પ્રચાર પૂરજોશમાં વધી રહ્યો છે. તેમ-તેમ આ બેઠક પર રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. 3 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલના પોસ્ટરો હટાવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો. જે બાદ આ બેઠક પર કોંગ્રેસનો માહોલ પણ બનાવવાનું શરૂ થયો. ધર્મેન્દ્ર પટેલને સમર્થન આપતા યુવાનો વડીલોના પોસ્ટર તથા સોશિયલ મીડિયામાં વહેતા થયા. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના સમર્થનમાં યુવાનો મહિલાઓ તથા વૃદ્ધ મતદારો હોય તેવા પોસ્ટરો પણ સોશિયલ મીડિયામાં મુકાયા.

આ રીતે આ બેઠક પર પોસ્ટરવોર શરૂ થઈ છે હજુ પણ ચાલુ છે. જોકે બંને ઉમેદવારો એકબીજાના સારા મિત્ર હોવાની સાથે એક જ ‘રાજકીય ગોત્ર’માંથી પણ આવતા હોવાના કારણે પ્રચારની રણનીતિ ખુબ જ સરખી જોવા મળી રહી છે. પરંતુ આ એક જ એવી બેઠક છે, જ્યાં ઉમેદવારો ભાજપ તેમજ કોંગ્રેસ પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. પરંતુ વ્યક્તિગત આક્ષેપોથી પોતાની જાતને હજુ સુધી દૂર રાખ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જોકે કોર્પોરેશન દ્વારા ધર્મેન્દ્ર પટેલના પોસ્ટર ઉતારવા ભાજપને ભારે પડ્યા હોય એવું લાગી રહ્યું છે. કેમ કે, ત્યારબાદ જ ધર્મેન્દ્ર પટેલના જન સમર્થનમાં અચાનક વધારો થયો હતો. ભાજપના નેતાઓ જે અત્યાર સુધી અમરાઈવાડીના પ્રચારથી દૂર રહ્યા હતા. તેમને પણ આ બેઠક પર દોડી આવવું પડ્યું અને પ્રચારની નવી નીતિ પણ બનાવી પડી. પરંતુ હવે તીર કમાનમાંથી છૂટી ગયું છે. હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને નેતાઓ આ બેઠક પર કમર કસી મહેનત કરી રહ્યા છે. પરંતુ પોસ્ટર વોરનો લાભ કયા પક્ષને થશે એ મતગણતરીના દિવસે જ ખ્યાલ આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati