‘આ સરકારમાં શું વધ્યું? બેરોજગારી, મોંઘવારી અને મિત્રોની કમાણી’, રાહુલ ગાંધીનો કેન્દ્ર પર તીખો પ્રહાર

રાહુલ ગાંધીએ મોઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું છે કે, આ સરકારના સમયમાં શું વધ્યું? બેરોજગારી, મોંઘવારી, ગરીબી?

  • Publish Date - 1:03 pm, Sat, 20 March 21 Edited By: Bhavesh Bhatti
'આ સરકારમાં શું વધ્યું? બેરોજગારી, મોંઘવારી અને મિત્રોની કમાણી', રાહુલ ગાંધીનો કેન્દ્ર પર તીખો પ્રહાર
રાહુલનો કેન્દ્ર પર પ્રહાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરી લીધી છે. તેમણે ટ્વીટ કરીને આ બાબતો પર નિશાન સાધ્યું છે. રાહુલે લખ્યું કે, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન મોંઘવારી અને બેરોજગારી સતત વધી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, આ સરકારમાં શું વધ્યું? બેરોજગારી, મોંઘવારી, ગરીબી અને માત્ર મિત્રોની કમાણી. રાહુલ ગાંધીની આ ટ્વીટમાં લોકોની મિશ્ર પ્રતિક્રિઆઓ આવવાનું પણ શરુ થઇ ગયું છે. રાહુલ ગાંધી વારંવાર આવા મુદ્દાઓને લઈને કેન્દ્ર પર તીખા પ્રહારો કરતા રહેતા હોય છે. આ વખતે તમણે બેરોજગારી, મોંઘવારી, ગરીબીના મુદ્દે કેન્દ્ર પર સવાલો ઉભા કર્યા છે. આ ટ્વિટ સાથે તેમણે એક અખબારી રીપોર્ટ પણ ટાંક્યો છે. જેમાં કોવિડ પહેલાના માધ્યમ વર્ગી લોકોની સંખ્યા જેવા આંકડા સામેલ છે. આ આંકડાઓનો હવાલો આપીને રાહુલે કેન્દ્રની મોદી સરકાર પર તીખા પ્રહારો કર્યા છે.

તેમણે ટ્વીટ સાથે એક સમાચારપત્રના આંકડા પણ શેર કર્યા હતા. આ સમાચારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ પહેલા 9.9 કરોડ લોકો મધ્યમ આવક વર્ગમાં સામેલ હતા જેમની સંખ્યા ઘટીને હવે 6.6 કરોડ થઈ ગઈ છે. આ ઉપરાંત આંકડામાં કહેવામાં આવ્યું હતું કે, 2011 થી 2019 ની વચ્ચે 5.7 કરોડ લોકો નિમ્ન આવકના વર્ગ બહાર નીકળી ગયા હતા અને મધ્યમ આવક વર્ગનો ભાગ બન્યા હતા. દરરોજ 150 રૂપિયા કે તેથી ઓછું કમાતા લોકોની સંખ્યા 7.5 કરોડ પર પહોંચી ગઈ છે.

રાહુલ ગાંધી અનેક વાર સોશિયલ મીડિયા દ્વારા મોદી સરકાર પર નિશાન સાધતા રહેતા હોય છે. આ અગાઉ પણ રાહુલ ગાંધીએ કૃષિ કાયદોઓ અને અન્ય ઘણા મુદ્દાઓ પર ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યા હતા.

રાહુલ ગાંધીએ આસામ પ્રવાસ પહેલા મોદી સરકાર પર નિશાન સાધતા આ ટ્વીટ કર્યું છે. આસામમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધી આજે આસામની મુલાકાત લેશે. આ સાથે જ પીએમ મોદીની આસામમાં એક જાહેર સભા પણ છે. રાહુલ ગાંધી આજે તિનસુકિયામાં આઈઓસી રિફાઇનરી કર્મચારીઓ સાથે વાત કરવાના છે. આ સાથે રાહુલ ગાંધીની બે જાહેર સભાઓ જોરહાટ અને બિશ્વનાથમાં યોજાવાની છે. જ્યારે આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છબુઆમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati