West Bengal : મંત્રીઓની ધરપકડ પર ટીએમસી કાર્યકર્તાઓનો હંગામો, સીબીઆઈ કાર્યાલય પર પથ્થરમારો

West Bengal ની તૃણમૂલ સરકારના બે મંત્રીઓ સહિત 4 નેતાઓની સીબીઆઈએ કરેલી ધરપકડે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ ધરપકડને ભાજપ દ્વારા પ્રાયોજિત ગણાવી ટીએમસી કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સોમવારે બપોરે સીબીઆઈ ઓફિસની બહાર ગયા હતા અને વિરોધમાં પથ્થરમારો પણ કર્યો હતો.

West Bengal : મંત્રીઓની ધરપકડ પર ટીએમસી કાર્યકર્તાઓનો હંગામો, સીબીઆઈ કાર્યાલય પર પથ્થરમારો
West Bengal : મંત્રીઓની ધરપકડ પર ટીએમસી કાર્યકર્તાઓનો હંગામો

West Bengal ની તૃણમૂલ સરકારના બે મંત્રીઓ સહિત 4 નેતાઓની સીબીઆઈએ કરેલી ધરપકડે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ ધરપકડને ભાજપ દ્વારા પ્રાયોજિત ગણાવી ટીએમસી કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સોમવારે બપોરે સીબીઆઈ ઓફિસની બહાર ગયા હતા અને વિરોધમાં પથ્થરમારો પણ કર્યો હતો. હાલમાં સીબીઆઈ ઓફિસનો મુખ્ય દરવાજો તોફાનને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સીબીઆઈ ઓફિસની અંદર અને મુખ્ય દરવાજાની બહાર કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે.

સીબીઆઈ એ નારદા સ્ટિંગ કેસમાં સોમવારે સવારે West Bengal  સરકારના પ્રધાનો ફિરહાદ હાકીમ, સુબ્રત મુખર્જી અને ધારાસભ્ય મદન મિત્રાની ધરપકડ કરી છે. આ ધરપકડના વિરોધમાં ખુદ સીએમ મમતા બેનર્જી સીબીઆઈ ઓફિસ પહોંચી ગયા હતા. સોમવારે સવારે સીબીઆઇએ આ નેતાઓના ઘરે દરોડા પાડ્યા હતા અને સીબીઆઇ ઓફિસે લાવ્યા હતા. કોલકાતાના પૂર્વ મેયર સોવન ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરમ્યાન રાજ્યપાલ જગદીપ ધનખરે રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થા અંગે ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે.

રાજ્યપાલે ટ્વીટ કરીને મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું હતું
West Bengal ના રાજયપાલ  જગદીપ ધનખરે ટ્વીટ કર્યું હતું કે, ‘બગડતી કાયદા વ્યવસ્થાથી પરિસ્થિતિથી હું ચિંતિત છું. મમતા બેનર્જી સાથે વાત કરી બંધારણીય નિયમો અને કાયદાનું પાલન કરવાની માંગ કરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે તમામ પગલા ભરવા જોઈએ. દુર્ભાગ્યપૂર્ણ રીતે સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને પરિસ્થિતિ બગડવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

હાલમાં ટીએમસીના કાર્યકરો બે મંત્રીઓ સહિત ત્રણ ટીએમસી નેતાઓની ધરપકડના વિરોધમાં સીબીઆઈ ઓફિસની બહાર એકઠા થયા છે. આ દરમ્યાન સીબીઆઈ દ્વારા ફિરહાદ હાકીમ, સુબ્રત મુખર્જી અને ધારાસભ્ય મદન મિત્રા અને સોવન ચેટરજીની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati