Assembly Elections Date 2021 LIVE : પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન, 2 મેં ના રોજ જાહેર થશે પરિણામ

| Updated on: Feb 26, 2021 | 5:44 PM

Assembly Elections Date 2021: કેન્દ્રીય ચૂટણી પંચ (Election Commission) આજે સાંજે પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ અને પોડુચેરી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. WB, Kerala, TN, Assam and Puducherry Election 2021 Result and Voting Schedule:

Assembly Elections Date 2021 LIVE : પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન, 2 મેં ના રોજ જાહેર થશે પરિણામ

Assembly Elections Date 2021: કેન્દ્રીય ચૂટણી પંચ (Election Commission) આજે સાંજે પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ અને પોડુચેરી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission) ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. મોટાભાગે આગામી એપ્રિલ અને મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. કોરોનાકાળમાં પહેલીવાર એક સાથે પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરાય તેવી પૂરેપૂરી સંભાવના છે. કોરોનાકાળને લઈને ચૂંટણી પંચ અલાયદી માર્ગદર્શિકા જાહેર કરી શકે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Feb 2021 05:28 PM (IST)

    પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં યોજાશે મતદાન

    પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં યોજાશે મતદાન પહેલા તબક્કાનું 27 માર્ચના રોજ 30 સીટ પર વોટિંગ થશે. 1 એપ્રિલના રોજ બીજા તબક્કાનું 20 સીટનું મતદાન યોજાશે.  6 એપ્રિલે 31 સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.  10 એપ્રિલે 44 સીટ માટે ચોથા તબક્કાનું મતદાન યોજાશે. 5માં તબક્કાનું  45 સીટ માટે મતદાન 17 એપ્રિલે યોજાશે.  43 સીટ માટે છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલના યોજાશે મતદાન.  36 સીટ માટે 7માં તબક્કાનું 26 એપ્રિલના રોજ યોજાશે. 25 સીટ માટે 29 એપ્રિલના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાશે.

  • 26 Feb 2021 05:21 PM (IST)

    તમિલનાડુમાં એકજ તબક્કામાં યોજાશે મતદાન

    તમિલનાડુમાં એકજ તબક્કામાં યોજાશે મતદાન. 6 એપ્રિલે ચૂંટણી યોજવામાં આવશે.

  • 26 Feb 2021 05:19 PM (IST)

    કેરળમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન

    કેરળમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન. 6 એપ્રિલે મતદાન યોજાશે. તમામ રાજ્યમાં 2 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

  • 26 Feb 2021 05:19 PM (IST)

    આસામમાં 3 તબક્કામાં મતદાન થશે

    આસામમાં 3 તબક્કામાં મતદાન થશે. 47 સીટ માટે  27 માર્ચે પહેલા તબક્કાની ચૂંટણી યોજાશે. પહેલા તબક્કાની જાહેરનામું-2 માર્ચ, નામાંકનની અંતિમ તારીખ-9 માર્ચ, સ્ક્રુટની-10 માર્ચ થશે. 39 સીટનું 1 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. બીજા તબકકાનું અધિસૂચનાઃ 5 માર્ચ, નામાંકનઃ 10 માર્ચ, સ્ક્રુટનીઃ 16 માર્ચ, નામ પાછું ખેંચવાની તારીખઃ 17 માર્ચ રહેશે. 6 એપ્રિલે 40 સીટનું ત્રીજા  તબક્કાનું મતદાન થશે. જેની અધિસૂચનાઃ 12 માર્ચ,નામાંકનઃ 19 માર્ચ, સ્ક્રુટનીઃ 20 માર્ચ, નામ પાછું ખેંચવાની તારીખઃ 22 માર્ચ છે. તમામ રાજ્યોમાં 2 મેના રોજ મતગણતરી થશે.

  • 26 Feb 2021 05:15 PM (IST)

    Assembly Election 2021: ચૂંટણીમાં આટલા ખર્ચની મંજૂરી

    ચૂંટણી પંચે કહ્યું કે પુડ્ડુચેરીમાં 22 લાખ (સીટ દીઠ), બાકીના ચાર રાજ્યોમાં ઉમેદવાર સીટ દીઠ 30 લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે.

  • 26 Feb 2021 05:07 PM (IST)

    ચૂંટણીમાં પરીક્ષા અને તહેવારનું રાખવામાં આવશે ધ્યાન

    મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે, ચૂંટણી ઉત્સવો દરમિયાન પરીક્ષાઓનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું. તારીખન એલાન સાથે જ આચારસંહિતા લાગુ થઇ જશે. પરીક્ષાના દિવસે વોટિંગ રાખવામાં નહીં આવે. રોડ શોમાં ફક્ત 5 ગાડીને જ મંજૂરી આપવામાં આવશે. બધા જ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ પર રહેશે.

  • 26 Feb 2021 04:58 PM (IST)

    મતદાનના સમયમાં એક કલાકનો વધારો, ઉમેદવાર માટે આપવામાં આવ્યા આ નિર્દેશો

    મત આપવાનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. બિહારમાં પણ આવું જ થયું હતું. નામાંકન દરમિયાન ઉમેદવાર સાથે માત્ર બે જ લોકો જઈ શકે છે. રકમ પણ ઓનલાઇન જમા કરાવી શકાય છે. 5 રાજ્યમાં પેરામિલ્ટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવશે. તમામ ચૂંટણી અધિકારીને રસી આપવામાં આવશે. 5 લોકો સાથે ડોર-ટુ ડોર કેમપેઇન કરી શકશે ઉમેદવાર. સંવેદનશીલ બુથો પર CRPF તૈનાત કરવામાં આવશે. CCTVથી મતદાનમથકપર નજર રાખવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં 2 પોલીસ અધિક્ષક તૈનાત કરવામાં આવશે.

  • 26 Feb 2021 04:55 PM (IST)

    5 રાજ્યમાં આટલા મતદાન મથક રહેશે.

    આસામમાં 33530 મતદાન મથક રહેશે. પશ્ચિમ બંગાળમાં 101916 મતદાન મથકો હશે.  તમિલનાડુમાં 88936 મતદાન મથકો હશે. કેરળ 40771 મતદાન મથકો હશે. આસામમાં 33530 મતદાન મથક રહેશે.

  • 26 Feb 2021 04:52 PM (IST)

    પશ્ચિમ બંગાળમાં વધારવામાં આવશે મતદાન મથક

    એવું કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં, 77,413 મતદાન મથકો હતા. જેમાં 39.6 ટકા વધારી દેવામાં આવ્યા છે. ચાર રાજ્યોમાં મતદાન મથકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ બાબતની કાળજી લેવામાં આવશે કે તેમના ફ્રન્ટલાઈન કામદારોને પહેલેથી જ કોરોના રસી મળી ગઈ છે. મતદાનઆ સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં 1 લાખ 1 હજાર મતદાન મથક હશે. પોન્ડિચેરીમાં 67% મતદાન મથક વધારવામાં આવ્યા. ચૂંટણી માટે નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. સિક્યોરિટી ડિપોઝીટ ઓનલાઇન ભરાશે. આસામમાં 33530 મતદાન મથક રહેશે.

  • 26 Feb 2021 04:46 PM (IST)

    824 બેઠક પર થશે મતદાન

    આ 5 રાજ્યની ચૂંટણીમાં 824 બેઠક પર થશે મતદાન. કુલ 2.7 લાખ મતદાન મથક થશે. 18.68 કરોડ લોકો મતદાન કરશે.

  • 26 Feb 2021 04:44 PM (IST)

    ચૂંટણીમાં સુરક્ષાનું રાખવામાં આવશે ધ્યાન

    સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન તમામ ચૂંટણીઓમાં લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવશે. અરોરાએ કહ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોરોના સમયગાળા દરમિયાન મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લીધો હતો. બિહારમાં 57 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

  • 26 Feb 2021 04:41 PM (IST)

    કોરોના કાળમાં બિહારમાં ચૂંટણી કરવાનું આસાન ના હતું - સુનિલ અરોરા

    સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન બિહારમાં ચૂંટણીનુઆયોજન કરવું આસાન ના હતું. ઘણા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. બાદમાં ડ્યુટી જોઈન કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, આઇજીનું મોટ કોરોનાને કારણે થયું હતું. તેની પત્નીને રાષ્ટ્રીય વોટર એવોર્ડમાં અમે આમંત્રણ આપ્યું હતું.

  • 26 Feb 2021 04:39 PM (IST)

    મુખ્ય ચૂંટણી કમિશનર મીડિયાને કરી રહ્યા છે સંબોધિત

    સંબોધનની શરૂઆતમાં જ કહ્યું હતું કે, મતદારોની સુરક્ષાની ધ્યાન રાખવામાં આવશે. કોરોનાની ગાઇડલાઇન અનુસાર ચૂંટણીનું આયોજન કરવમાં આવશે. કોરોના કાળમાં બિહારની ચૂંટણી સફળ રહી છે. કોરોનાને કારણે નવી મુશ્કેલી છે. કોરોના વોરિયર્સને હું શુભેચ્છા આપવા માગું છું. કોરોનાકાળમાં યોજાયેલી ચચૂંટણીમાં બિહારની મહિલાએ સૌથી વધુ મતદાન ર્ક્યું.

  • 26 Feb 2021 04:35 PM (IST)

    ચૂંટણી પંચની કોન્ફ્રન્સ શરૂ

    વિજ્ઞાન ભવનમાં ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા મીડિયાને સંબોધન કરી રહ્યા છે.

  • 26 Feb 2021 04:34 PM (IST)

    આસામ, તમિલનાડુની ચૂંટણી (2016) પરિણામો

    આસામમાં વિધાનસભાની 126 બેઠકો છે. જેમાંથી ગત ચૂંટણીમાં ભાજપે 60 બેઠકો, એજીપી 14, કોંગ્રેસ 26, એઆઈયુડીએફ 13, બીઓપીએફ 12 અને અન્ય 01 બેઠકો જીતી હતી. તમિળનાડુમાં કુલ 234 વિધાનસભા બેઠકો છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં, એઆઈએડીએમકે 135 બેઠકો, ડીએમકે 88, કોંગ્રેસ 8 અને અન્ય 01 બેઠકો જીતી હતી.

  • 26 Feb 2021 04:33 PM (IST)

    પશ્ચિમ બંગાળની ચૂંટણી (2016) પરિણામો

    પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહીં 294 બેઠકો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ 211, કોંગ્રેસને 44, લેફ્ટને 32, ભાજપને 3 અને અન્યએ 04 બેઠકો જીતી હતી.

  • 26 Feb 2021 04:33 PM (IST)

    કેરળ 2016 ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો

    કેરળની વાત કરીએ તો અહીં કુલ 140 બેઠકો છે. 2016 વિધાનસભાની ચૂંટણીમાં LDF 84 બેઠકો, યુડીએફને 47 બેઠકો, ભાજપને 1બેઠકો અને અન્યને 8 બેઠકો મળી હતી.

  • 26 Feb 2021 04:26 PM (IST)

    થોડી મિનિટમાં જ થઇ શકે છે 5 રાજ્યની ચૂંટણીની તારીખનું એલાન

    થોડી મિનિટમાં જ 5 રાજ્યની ચૂંટણીની તારીખનું એલાન થઇ શકે છે.

  • 26 Feb 2021 04:25 PM (IST)

    ચૂંટણી આયોગની ટિમ વિજ્ઞાન ભવન પહોંચી

    ચૂંટણી આયોગની ટિમ દિલ્લીના વિજ્ઞાન ભવન પહોંચી ચુકી છે.

  • 26 Feb 2021 04:09 PM (IST)

    બંગાળમાં સુરક્ષાબળોની 125 કંપની રહેશે તૈનાત

    ચૂંટણી પંચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બંગાળમાં શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ કરવા માટે કેન્દ્રીય સુરક્ષા બળોની 125 કંપની તૈનાત રહેશે. જેમાં CRPFની 60 કંપની, BSFની 25 કંપની, SSBની 30 કંપની, CISFની 5 કંપની, ITBPની 5 કંપની સામેલ છે.  પશ્ચિમ બંગાળના 7 હજાર સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાનમથકો છે.

  • 26 Feb 2021 03:59 PM (IST)

    વધારી શકાય છે મતદાનનો સમય

    સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કોરોનાને કારણે મતદાનનો સમય વધારવામાં આવી શકે છે. સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરીને મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. બંગાળ અને આસામ ચૂંટણીને લઈને ચૂંટણીપંચ વધુ સક્રિય છે. બંગાળમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 6થી 8 તબક્કામાં મતદાન થવાની સંભાવના છે.

  • 26 Feb 2021 03:56 PM (IST)

    કોરોનાને લઈને ખાસ તૈયારીઓ

    ચૂંટણી પંચ માટે તમિલનાડુ અને કેરળમાં કોરોનાના વધતા કેસને લઈને ચૂંટણી પૂર્ણ કરવી સૌથી મોટી મુશ્કેલી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને બધા જ પ્રકારના ઉપાય કરવામાં આવશે. આ સાથે જ સુરક્ષાબળોનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

  • 26 Feb 2021 03:46 PM (IST)

    આટલી બેઠક પર થશે ચૂંટણી

    પશ્ચિમ બંગાળ   294બેઠકો , આસામ  126 બેઠકો, કેરળ 140બેઠકો,  તામિલનાડુ 230બેઠકો,  પોડુચેરી 32બેઠકો પર ચૂંટણી યોજાશે.

  • 26 Feb 2021 03:43 PM (IST)

    પશ્ચિમ બંગાળમાં આટલા તબક્કામાં થઇ શકે છે ચૂંટણી

    પશ્ચિમ બંગાળમાં 6થી  8 તબક્કામાં  ચૂંટણી થઇ શકે છે.

  • 26 Feb 2021 03:41 PM (IST)

    પાંચ રાજ્યમાં આ તારીખે થશે કાર્યકાળ પૂર્ણ

    બંગાળ વિધાનસભાની હાલની મુદત 30 મે 2021 ના ​​રોજ સમાપ્ત થશે. બીજી તરફ, તમિલનાડુ વિધાનસભાની વર્તમાન મુદત 31 મે 2021 ના ​​રોજ સમાપ્ત થઈ રહી છે. કેરળ વિધાનસભાની વર્તમાન મુદત 1 જૂન 2021 ના ​​રોજ પુરી થઇ રહી છે. પુડુચેરી વિધાનસભાની વર્તમાન અવધિ 8 જૂને અને આસામ વિધાનસભાનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થશે.

  • 26 Feb 2021 03:38 PM (IST)

    પશ્ચિમ બંગાળની તારીખ પર રહેશે બધાની નજર

    આ ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળની તારીખ પર ખાસ નજર રહેશે. રાજ્યમાં મુખ્ય મુકાબલો ભાજપ અને સતાધારી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા પશ્ચિમ બંગાળમાં 2016 અને 2011માં વિધાનસભાની ચૂંટણી 6 તબક્કામાં આયોજિત થઇ હતી. આ વર્ષે સંવેદનશીલ મતદાન કેન્દ્રની સંખ્યા વધવાથી ચૂંટણી આયોગ માટે મોટી મુશ્કેલી છે.

  • 26 Feb 2021 03:34 PM (IST)

    આટલા તબક્કામાં થઇ શકે છે મતદાન

    ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં 5 થી 7 તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ શકે છે, જ્યારે આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થઈ શકે છે. આ સિવાય કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં મતદાન થવાની સંભાવના છે. પાંચ રાજ્યોની મતગણતરી એક જ દિવસે થશે. 1 મે ​​પહેલા વિધાનસભાની રચના પૂર્ણ કરવામાં આવશે.

Published On - Feb 26,2021 5:44 PM

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">