પશ્ચિમ બંગાળ: ભાજપ CM પદના ચહેરા વગર ઉતરશે ચૂંટણીના જંગમાં

પશ્ચિમ બંગાળ(West Bengal)માં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરો પર છે.  જેને જીતવા માટે  ભાજપ દ્વારા એડી-ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળ: ભાજપ CM પદના ચહેરા વગર ઉતરશે ચૂંટણીના જંગમાં

પશ્ચિમ બંગાળ(West Bengal)માં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરો પર છે.  જેને જીતવા માટે  ભાજપ દ્વારા એડી-ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જો કે આ દરમ્યાન વારંવાર સવાલ સામે આવે છે કે ભાજપના સીએમ પદના ઉમેદવાર કોણ હશે. જો કે આ દરમ્યાન  પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાસ વિજય વર્ગીય સ્પષ્ટ કર્યું છે કે તેમનો પક્ષ સીએમના ચહેરા વગર જ  વિધાનસભા ચૂંટણી લડશે.

 

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે  એપ્રિલ-મે માસમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની શક્યતા છે. ભાજપના પ્રભારી કૈલાસ વિજય વર્ગીયે કહ્યું કે જ્યાં ભાજપની સરકાર નથી હોતી ત્યાં સીએમ પદનો કોઈ ચહેરો હોતો નથી.  ભાજપના પ્રભારી કૈલાસ વિજય વર્ગીયે એ પણ કહ્યું કે જે દેશ વિરોધી છે એવા લોકોને ભાજપમાં સામેલ નહીં કરાય.

 

પશ્ચિમ બંગાળમાં હાલ ભાજપ અને ટીએમસી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમા પર છે. જેમાં ટીએમસીના પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જેની બાદ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા ટીએમસીના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી અને મમતા બેનર્જી વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ સુવેન્દુ અધિકારી પણ મમતા બેનર્જીના ગઢ એવા ભવાનપુરાથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: ફેક સાઈટ! લાખોની છેતરપિંડી કરનાર ગુજરાતીને મુંબઈ પોલીસે ઝડપ્યો

Click on your DTH Provider to Add TV9 Gujarati