West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળમાં હિંસા સાથે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન

West Bengal Election 2021 : આજે 6 એપ્રિલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કામાં 31 બેઠકો પર મતદાન થયું.

  • Tv9 webdesk42
  • Published On - 22:58 PM, 6 Apr 2021
West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળમાં હિંસા સાથે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન
PHOTO SOURCE : CEO West Bengal

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે 6 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના અ ત્રીજા તબક્કામાં 31 બેઠકો પર મતદાન યોજાયું હતું. મતદાન દરમિયાન અનેક સ્થળે હિંસા થઇ હતી.

બંગાળમાં ત્રીજા તબક્કામાં 77.68 ટકા મતદાન
આજે 6 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal election 2021) નું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ તબક્કામાં 31 વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન યોજાયું, તેમાંથી આઠ વિધાનસભા બેઠકો હુગલીમાં, સાત હાવડામાં અને 16 દક્ષિણ 14 પરગના જિલ્લાની છે. આ તબક્કા માટે કુલ 205 ઉમેદવારો મેદાનમાં હતા.VOTER TURN OUT એપ્લીકેશન મુજબ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના આ ત્રીજા તબક્કામાં 77.68 ટકા જેટલું મતદાન થયું છે.

ત્રીજા તબક્કામાં ક્યાંક હિંસા, તો ક્યાંક ઉમેદવારો પર હુમલા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે 6 એપ્રિલે યોજાયેલા ત્રીજા તબક્કાના મતદાનમાં ક્યાંક હિંસા થઇ તો ક્યાય ઉમેદવારો પર હુમલા થયા. હુગલી જિલ્લામાં મતદાન શરૂ થતા પહેલા ભાજપ સમર્થકના પરિવારના સભ્યની હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી તમામ વિધાનસભા ક્ષેત્રોમાં કલમ 144 હેઠળ નિષિદ્ધ હુકમો લાગુ કર્યા હતા અને તેને ‘સંવેદનશીલ’ જાહેર કર્યા હતા.ફાલ્ટા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વાહન પર હુમલો થયાના કથિત આક્ષેપ કરવામાં આવ્યાં હતા.

તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ સૌમિત્ર ખાનની અલગ રહેતી પત્ની અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સુજાતા મંડલ ખાન પર અરમબાગમાં ભાજપના કાર્યકરોએ કથિત રૂપે હુમલો કર્યો હતો. જોકે ભાજપાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. આ ઉપરાંત તૃણમૂલના ઉમેદવાર ડો.નિર્મલ માઝી, નજમુલ કરીમેં પણ પોતાના પર કથિત હુમલાના આરોપ લગાવ્યા છે.

પુર્બામાં દેશી બોમ્બ ફૂટ્યો, વિષ્ણુપુરમાં મહિલાને ધમકાવાઈ
કેનિંગ પુર્બા વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકની બહાર બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર શૌકત મૌલાએ આ માટે અબ્બાસ સિદ્દીકીની આગેવાનીવાળી ભારતીય સેક્યુલર મોરચો (આઈએસએફ) ને દોષી ઠેરવી હતી. જોકે પાર્ટીએ આ આરોપને ફગાવી દીધો છે.

વિષ્ણુપુર વિધાનસભા મતક્ષેત્રમાં એક શખ્સ મહિલાને ચૂંટણીમાં મતદાન કરવા જતા અટકાવવાની ધમકી આપતો જોવા મળ્યો હતો. જોકે આ ધમકીની મહિલા પર કોઈ અસર થઇ નહોતી. કેન્દ્રીય ચૂંટણી પંચે આ અંગે સ્થાનિક અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને આરોપી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.(West Bengal Election 2021)