West Bengal Election 2021: મિથુન ચક્રવર્તીને મળ્યા આરએસએસ વડા મોહન ભાગવત, રાજકીય અટકળો તેજ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફિલ્મ અભિનેતા Mithun Chakraborty ને મળ્યા હતા. આ બંનેની મુલાકાત મુંબઈમાં થઈ હતી આરએસએસના વડા મોહન ભાગવત ખુદ મુંબઈમાં મિથુન ચક્રવર્તીના નિવાસે પહોંચ્યા હતા.
West Bengal Election 2021: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફિલ્મ અભિનેતા Mithun Chakraborty ને મળ્યા હતા. આ બંનેની મુલાકાત મુંબઈમાં થઈ હતી આરએસએસના વડા મોહન ભાગવત ખુદ મુંબઈમાં મિથુન ચક્રવર્તીના નિવાસે પહોંચ્યા હતા. આરએસએસ પ્રમુખની મિથુન ચક્રવર્તી સાથેની મુલાકાતે ચુંટણીના માહોલમાં અટકળોનું બજાર ગરમ કરી દીધું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિથુન ચક્રવર્તીએ મીટિંગને રાજકીય રંગ ન આપવા જણાવ્યું છે. એક અહેવાલ મુજબ મિથુન ચક્રવર્તીએ જણાવ્યું છે કે તેમનો મોહન ભાગવત સાથે આધ્યાત્મિક સંબંધ છે. મિથુને કહ્યું છે કે તેઓ ભાગવતને લખનઉમાં મળ્યા અને તે જ સમયે તેમને તેમના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું.
મિથુન ચક્રવર્તીએ પણ ભાજપ સાથે રાજકીય ઇનિંગ ફરી શરૂ કરવાની અટકળોને ફગાવી દીધી છે. તેમણે કહ્યું, ‘હવે કાંઈ પણ અનુમાન ના લગાવો એવું કશું જ થયું નથી.તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય હતા અને લાંબા સમયથી બંગાળની શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. જો કે, સ્વાસ્થ્યના લીધે તેમણે વર્ષ 2016 માં રાજીનામું આપ્યું હતું.