West Bengal Election 2021: ચૂંટણી બુથ પર મીડિયા કર્મીઓ પર હુમલો, TMCની ગુંડાગર્દી

પત્રકારોની કાર સાથે પણ બર્બરતા દાખવવામાં આવી. પત્રકારોને ઘેરી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી પ્રેસ કાર્ડ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.

| Updated on: Mar 27, 2021 | 11:30 AM

સાલબોનીમાં (Salboni) લેફ્ટના ઉમેદવાર સુશાંતો ઘોષ (Susanta Ghosh) અને મીડિયાના કર્મીઓ પર કથિત રીતે TMCના લોકોએ હૂમલો કર્યો છે. TV9 બાંગલાના (Tv9 Bangla) સંવાદદાતા જ્યારે ખબર કરવા માટે ગયા હતા ત્યારે તેમના પર પણ હૂમલો કરવામાં આવ્યો. TV9 બાંગલાના સંવાદદાતા અને કેમેરામેન પર આ હૂમલો કરવામાં આવ્યો હતો. સુશાંતો ઘોષ જેવા સ્કૂલમાં પહોંચ્યા ત્યાં જ આ ઘટના બની હતી.

કેટલાક તોફાની તત્વોએ સુશાંતો ઘોષની કાર પર હૂમલો કર્યો હતો. ત્યાં હૂમલો થતા હાથાપાઈ શરુ થઇ ગઈ હતી. સુશાંતો પર હૂમલો કરનારા લોકો બુમો પાડીને બોલી રહ્યા હતા કે “અમેં હત્યારાને આ ક્ષેત્રમાં પ્રવેશ નહીં કરવા દઈએ.” આ ઉપરાંત પત્રકારોની કાર પર પણ બર્બરતા દાખવવામાં આવી. મળેલી માહિતી મુજબ આ ઘટનામાં પોલીસની ભૂમિકા માત્ર મૌન દર્શકની રહી. બૂથની બહાર કેન્દ્રીય બળ હાજર નહોતું. જો કે થોડા સમય બાદ ત્યાં પોલીસ આવી ગઈ હતી. પોલીસના આવવાથી TMCના ઉપદ્રવી કાર્યકર્તાઓને સ્થાન છોડવાની ફરજ પડી હતી. પોલીસના આગમનથી ધીમે ધીમે તોફાની તત્વો ત્યાંથી છટકવા લાગ્યા હતા.

આટલું જ નહીં પત્રકારોની કાર સાથે પણ બર્બરતા દાખવવામાં આવી. પત્રકારોને ઘેરી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી પ્રેસ કાર્ડ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. બાદમાં પત્રકારોએ પોલીસ વાનના સહારે તે સ્થાનથી બહાર આવવું પડ્યું. મળેલી માહિતી અનુસાર પોલીસે આ ઘટનામાં ઘણા લોકોની ધરપકડ કરી છે.

પશ્ચિમ બંગાળમાં પહેલા ચરણની ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં (West Bengal Election 2021), પાંચ જિલ્લાની 30 બેઠકો માટે આજે મતદાનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કા માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું. આ વખતે બંગાળની ચૂંટણીઓ પર ઘણા મોટા નામોનો દાવ લાગી રહ્યા છે. પશ્ચિમ બંગાળની 30 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે. આમાં મોટાભાગની બેઠકો જંગલમહેલ વિસ્તારમાં આવે છે, જે એક સમયે નક્સલવાદી પ્રભાવિત વિસ્તારોમાં હતી.

મમતાનો ભાજપ પર આરોપ

તાજેતરમાં શુક્રવારે પશ્ચિમ મેદનીપુર જિલ્લામાં ત્રણ રેલીઓને સંબોધિત કરતી વખતે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે જનતાને ધમકાવવા માટે ગુંડાઓ લગાવ્યા છે. જ્યારે આજે મળેલા અહેવાલ કંઈક અલગ દૃશ્ય બતાવે છે. સાલબોનીમાં એક પાર્ટીના ઉમેદવાર ઉપરાંત પત્રકારો પર પણ કથિત રીતે TMCના તોફાની તત્વો દ્વારા થતો હૂમલો એક નિંદનીય બાબત છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">