West Bengal Election 2021: પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા પર થયો હુમલો, હાલમાં જ જોડાયા છે ભાજપમાં

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Election 2021) પહેલા રાજનેતાઓ પર હુમલાનો સિલસિલો અટકી રહ્યો નથી. આજે પૂર્વ ક્રિકેટર અને તાજેત્તરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અશોક ડિંડા (Ashok Dinda) પર હુમલો થયો છે.

West Bengal Election 2021: પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા પર થયો હુમલો, હાલમાં જ જોડાયા છે ભાજપમાં
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 7:08 PM

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Election 2021) પહેલા રાજનેતાઓ પર હુમલાનો સિલસિલો અટકી રહ્યો નથી. આજે પૂર્વ ક્રિકેટર અને તાજેત્તરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અશોક ડિંડા (Ashok Dinda) પર હુમલો થયો છે. જાણકારી મુજબ ડિંડા પર રોડ શો દરમિયાન હુમલો થયો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અશોક ડિંડા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ છે. તે મોયાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તે આ વિસ્તારમાં પ્રચાર કરવા માટે આજે નિકળ્યા હતા, ત્યારે તેમની પર હુમલો થયો. અશોક ડિંડાએ જાતે ટ્વીટ કરી આ હુમલાની જાણકારી આપી છે. તેમને આ હુમલા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે.

અશોક ડિંડાએ ટ્વીટ કરી કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમના કાફલા પર હુમલો કર્યો છે. ડિંડાએ જણાવ્યું કે TMC કાર્યકર્તાઓએ મોયાના BDOની પાસે તેમને ઘેરી લીધા અને હુમલો કર્યો. તેમને જણાવ્યું કે આ હુમલો સાંજે 4 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. 8 તબક્કામાં યોજાનારી આ ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થઈ ચૂક્યુ છે. આગામી ચરણનું મતદાન 1 એપ્રિલે થશે. ત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ 2 મેના રોજ આવશે. ડિંડા જે મોયા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, ત્યાં બીજા ચરણનું મતદાન 1 એપ્રિલે થશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાનો મહા વિસ્ફોટ, માર્ચ મહિનામાં લાખોમાં પહોંચ્યો આંકડો, આટલા થયા મોત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">