West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંતર્ગત સાતમાં તબક્કામાં 34 બેઠકો પર મતદાન થયું.

  • Tv9 webdesk42
  • Published On - 20:03 PM, 26 Apr 2021
West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન
PHOTO : CEO West Bengal

West Bengal Election 2021 : હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ પૂર્ણ થયું . સાતમાં તબક્કામાં 34 બેઠકો માટે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું.

બંગાળમાં સાતમાં તબક્કામાં 75.06 ટકા મતદાન
પશ્ચિમ બંગાળમાં આજે 26 એપ્રિલ સોમવારે કોરોનાની બીજી લહેર વચ્ચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal election 2021) નું સાતમાં તબક્કાનું મતદાન યોજાયું હતું. આ તબક્કામાં કુલ 34 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મતદારોને મત આપવા અને કોરોના પ્રોટોકોલના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. VOTER TURN OUT એપ્લીકેશન મુજબ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના આ સાતમાં તબક્કામાં 75.06 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે.

મતદાન મથક પર મમતાના ફોટાવાળી ટોપીએ સર્જ્યો વિવાદ
આસનસોલ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અગ્નિમિત્ર પોલે કહ્યું કે ટીએમસીના પોલિંગ એજન્ટે મમતા બેનર્જીના ફોટા સાથે ટોપી પહેરી હતી. જેના પર અધિકારીનું કહેવું છે કે તેની તબિયત સારી નથી અને તેણે તે જોયું નથી. આ અંગે ભાજપના ઉમેદવારે કહ્યું કે ચૂંટણીપંચે સ્પષ્ટપણે આવા કૃત્યો ટાળવાનું કહ્યું છે, પરંતુ મમતા બેનર્જી જાણે છે કે તે હારી રહી છે, તેથી તે આમ કરે છે.

મતદાન સમયે છુટા છવાયા હિંસાના બનાવો
હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે સોમવારે West Bengal Election ના સાતમા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું. અસંસોલ પ્રદેશમાંથી અથડામણની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે જ્યાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સ્યોની ઘોષે દાવો કર્યો હતો કે તેમના મત વિસ્તારના ભાજપના કાર્યકરોએ મતદાન મથકને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જામુરિયા વિધાનસભા મતક્ષેત્રમાં ડાબેરી મોરચાના ઉમેદવાર આઈશી ઘોષે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તેમના એજન્ટને મતદાન મથકમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

રતુઆ વિધાનસભામાં ભાજપ પોલીંગ એજન્ટને ધક્કે ચડાવાયો
West Bengal Election માં સાતમા તબક્કા માટે મતદાનમાં ભાજપના પોલિંગ એજન્ટ શંકર સકરે માલદા જિલ્લાના રતુઆ વિસ્તારના બાખરા ગામમાં TMC કાર્યકરો પર આરોપ લગાવ્યો છે કે TMC કાર્યકરોએ મતદાન મથક 91 પર તેમને ધક્કે ચડાવ્યા અને ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું. શંકર સકરે કહ્યું કે ગામના રહેવાસીઓ ત્યાં આવ્યા અને મને કહ્યું કે હું અહીંનો મતદાતા નથી, તેથી મારે અહીંથી રવાના થવું જોઈએ. શંકર સકરે આરોપ લગાવ્યો કે ટીએમસીના કાર્યકરોએ તેમને બળપૂર્વક ધક્કો માર્યો અને રોડ પર પાડી દીધા. જો કે, ટીએમસી કાર્યકરોએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે અમે મતદાન એજન્ટને અહીંથી મતદાર ન હોવાને કારણે ત્યાંથી આદરપૂર્વક નીકળી જવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : કોરોનાની બીજી લહેરના કહેરમાં સારા સમાચાર, 99 ટકા લોકો થઇ રહ્યાં છે સ્વસ્થ