વિક્રમ માંડમે આખરે માગી માફી, કહ્યુ હતુ આહીરની દિકરી મુસ્લિમ સાથે લગ્ન કરે તો વિરોધ ના કરવો જોઈએ

જિલ્લા અને તાલુકા પંચાયતની (panchayat) ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે (vikram madam) આહીરની યુવતી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે તો વિરોધ ના હોવો જોઈએ એવા કરેલા નિવેદનથી સામાજીક રોષ ફાટી નિકળ્યો હતો. વિક્રમ માડમે પોતાના આ નિવેદન અંગે જાહેર માફિ માગતો વિડીયો સોશિયલ મિડીયામાં મૂકીને વિવાદાસ્પદ નિવેદન અંગે દિલગીરી વ્યક્ત કરી.

| Updated on: Feb 25, 2021 | 11:37 AM

જિલ્લા અને તાલુકા પંચાયતની (panchayat) ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે (vikram madam) કરેલા નિવેદનના આહીર સહીત અન્ય સમાજમાં તીખા પ્રત્યાધાત પડ્યા છે. વિક્મ માડમ ઉપર પડી રહેલી પસ્તાળને લઈને વિક્રમ માડમે પોતાના વિવાદાસ્પદ નિવેદન અંગે જાહેર માફી માંગી છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માંડમે ચૂંટણી પ્રચાર દરમિયાન એવુ વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું કે આહિર સમાજની યુવતીએ, મુસ્લિમ યુવાન સાથે લગ્ન કર્યા તો તેનો વિરોધ ન થવો જોઈએ. આ નિવેદનનો વિડીયો, વાયરલ થયો હતો. જેનો આહીર સહીતના અન્ય સમાજમાં તીવ્ર પ્રત્યાધાત પડ્યા હતા અને વિક્રમ માડમનો વિરોધ કર્યો હતો. ફોન કરીને પણ  વિક્રમ માડમના આ નિવેદન અંગે ભારે નારાજગી વ્યક્ત કરાઈ હતી. જેને લઈને વિક્રમ માડમે, જાહેર માફી માગતા એક વિડીયો રિલીઝ કર્યો છે. જેમાં વિક્મ માડમ કબુલે છે કે, સોશ્યલ મિડીયાના માધ્યમથી જે શબ્દનો વપરાશ કર્યો છે તે એક યુવાનના પ્રશ્નના જવાબરૂપે બોલ્યો છુ. આ નિવેદનથી આહીર સમાજ કે અન્ય હિંદુ સમાજની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરુ છુ.
વિક્રમ માડમનુ આ વિવાદાસ્પદ નિવેદન એવા સમયે આવ્યુ હતું, જ્યારે એક બાજુ ગુજરાત સરકાર લવજેહાદ સામે કડક કાયદો લાવવાની વાત કરી છે. વિધાનસભાના આગામી અંદાજપત્ર સત્રમાં આ અંગે કાયદાકીય જોગવાઈને સાકળતા વિધેયક લવાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યે કરેલા આ નિવેદનથી સમાજમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. જો કે વિક્રમ માડમે સોશિલય મિડીયા થકી વિડીયો રિલીઝ કરીને પોતે આ નિવેદન અંગે દિલગીરી વ્યક્ત કરીને સમગ્ર મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">