અરવલ્લીમાં Kisan Suryodaya Yojanaનો વિજય રુપાણીએ પ્રારંભ કર્યો, CMએ કોરોના અંગે પણ આપ્યું અપડેટ

અરવલ્લી (Aravalli) જીલ્લાના બાયડ (Bayad) ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી (Vijay Rupani) ની અધ્યક્ષતામા કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryodaya Yojana) અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જીલ્લાના ૧૦૪ જેટલા ગામોને દિવસ દરમ્યાન ખેત સિંચાઈ માટે વિજળી આપવાનો પ્રારંભ કરાવવામા આવ્યો હતો. સાથે જ તેમણે કહ્યુ હતુ કે કોરોના વેકસીનેશન (Corona Vaccination) માટે તમામ તૈયારીઓ કરી દેવામાં […]

અરવલ્લીમાં Kisan Suryodaya Yojanaનો વિજય રુપાણીએ પ્રારંભ કર્યો, CMએ કોરોના અંગે પણ આપ્યું અપડેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 05, 2021 | 8:11 PM

અરવલ્લી (Aravalli) જીલ્લાના બાયડ (Bayad) ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી (Vijay Rupani) ની અધ્યક્ષતામા કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryodaya Yojana) અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જીલ્લાના ૧૦૪ જેટલા ગામોને દિવસ દરમ્યાન ખેત સિંચાઈ માટે વિજળી આપવાનો પ્રારંભ કરાવવામા આવ્યો હતો. સાથે જ તેમણે કહ્યુ હતુ કે કોરોના વેકસીનેશન (Corona Vaccination) માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર આદેશ આપે એટલે તુરત જ વેકસિનેશન કાર્ય શરુ કરી દેવાશે.

અત્યાર સુધી ચોવીસ કલાક દરમ્યાન આઠ કલાક વિજળી આપવામા આવતી હતી. આ દરમ્યાન ખેડૂતો ને રાત્રી દરમ્યાન પણ વિજળી મળતી હતી. જેથી ખેડૂતોએ ખેતરમા રાત્રી સિંચાઈ કરવા મજબૂર બનવું પડતું હતું. જોકે હવે રાજ્ય સરકાર દ્રારા દિવસે વિજળી આપવાની શરુઆત કરી છે. રાજ્યમાં ખેડૂતોને હવે દિવસે વિજળી સિંચાઈ માટે આપવી શરુ કરી છે. અરવલ્લી જિલ્લાના બાયડ ના વાત્રક નજીક કિસાન સૂર્યોદય યોજના નો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ યોજનાનો પ્રારંભ અરવલ્લી જીલ્લામા કરાવ્યો હતો.

અરવલ્લી જિલ્લાના ૧૦૪ જેટલા ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને વિજળી હવે દિવસે આઠ કલાક મળી રહેશે. ઉત્તર ગુજરાત વિજ કંપની હેઠળના ૫૧૬ જેટલા ગ્રામ્ય વિસ્તારોને પ્રથમ તબક્કામાં યોજના હેઠળ આવરી લેવાયા છે. ક્રમશ: રીતે આ ગ્રામ્ય વિસ્તારોને દિવસે આઠ કલાક વિજળી મળી રહેશે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ સૌર યોજના દ્રારા દિવસે ઉત્પન્ન થતી વિજળીનો ઉપયોગ પણ દિવસે જ ઉપયોગ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર તરફથી આદેશ મળે એટલે તુરત જ વેક્સિનેશન શરુ કરી દેવામાં આવશે. શક્ય છે કે ખૂબ જ ટૂંકા દિવસોમાં જ વેકસિનેશન શરુ થઇ જશે. આ માટે તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કહ્યુ, રાજ્યમાં હવે દિવસે જ ખેડુતોને સિંચાઇ માટે વિજળી આપવાની શરુઆત કરવામાં આવી છે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં પણ હવે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જીલ્લામાં ૧૦૪ ગામોને વિજળીનો લાભ ખેડુતોને મળશે. જે આગામી દિવસોમાં સંખ્યા વધારાશે. કેન્દ્ર સરકાર આદેશ આપે એટલે તુરત જ કોરોના વેક્સિનેશન શરુ કરી દેવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">