વડાપ્રધાન મોદીની લેહ મુલાકાતથી ચીટર ચીનના પેટમાં ચૂંક ઉપડી, કહ્યું કે ભારત કઈ એવું ન કરે જેનાથી સંબંધ ખરાબ ન થાય

વડાપ્રધાન મોદીની લેહ મુલાકાતથી ચીટર ચીનના પેટમાં ચૂંક ઉપડી, કહ્યું કે ભારત કઈ એવું ન કરે જેનાથી સંબંધ ખરાબ ન થાય
http://tv9gujarati.in/vadapradhan-modi…t-sambdho-jaadve/

વડાપ્રધાન મોદીની લેહ સીમા પરની મુલાકાતને લઈ ચીન બોખલાઈ ગયું છે. ચીને મોદીની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોઈ પણ પક્ષે એવા પગલા નહી ઉઠાવવા જોઈએ કે જેને લઈને સીમા પર હાલત વધુ જટીલ થઈ જાય. મોદીએ લેહનો પ્રવાસ ખેડ્યો કે જ્યાં તેણે સેના, વાયુસેના અને ITBPનાં જવાનો સાથે વાતચીત કરી હતી. આ […]

Pinak Shukla

|

Jul 04, 2020 | 8:46 AM

વડાપ્રધાન મોદીની લેહ સીમા પરની મુલાકાતને લઈ ચીન બોખલાઈ ગયું છે. ચીને મોદીની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોઈ પણ પક્ષે એવા પગલા નહી ઉઠાવવા જોઈએ કે જેને લઈને સીમા પર હાલત વધુ જટીલ થઈ જાય. મોદીએ લેહનો પ્રવાસ ખેડ્યો કે જ્યાં તેણે સેના, વાયુસેના અને ITBPનાં જવાનો સાથે વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેની સાથે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (COD) બિપિન રાવત અને સેના પ્રમુખ એમ એમ નરવણે પણ સામેલ હતા.

                  મોદીએ ગઈકાલે કીધુ હતું કે વિસ્તારવાદ સમાપ્ત થઈ ગયો છે અને ભારતનાં શત્રુઓને તેમનાં ગુસ્સા અને ક્રોધની તાકાતને જોઈ લીધી છે. મોદીની યાત્રા પર પ્રતિક્રિયા આપતા ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવકતા ઝાઓ લિજિયાને કહ્યું કે ચીન અને ભારતની સેના રાજકીય માધ્યમો દ્વારા એક સાથે સંપર્કમાં છે. કોઈ પણ પક્ષે એ પ્રકારે પગલા નહી ઉઠાવવા જોઈએ કે જેને લઈને સીમા પર સ્થિતિ બગડી શકે. દિલ્હીમાં ચીનના દુતાવાસનાં પ્રવક્તા જી રોંગે ટ્વીટ કર્યું કે ચીનને વિસ્તારવાદીની રીતે જોવું યોગ્ય નથી. ચીને તેના 14માંથી 12 પડોશીઓ સાથે શાંતીપૂર્ણ રીતે સીમાંકન કર્યું છે. ભારતે ગુરૂવારે કહ્યું હતું કે ચીન સાથેનાં દ્વિ પક્ષિય સમજુતિઓ માટેનાં નિયમોને અનુરૂપ સીમાક્ષેત્રમાં શાંતી કાયમ કરવાની અપેક્ષા રાખે છે. ચીન અને ભારત વચ્ચે પૂર્વ લદ્દાખમાં પાછલા સાત મહિનાઓથી વિવાદ જન્મ્યો છે. 15 જૂનનાંરોજ ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ બાદ 20 ભારતીય જવાન શહીદ થયા બાદ તણાવ વધી ગયો છે. કેટલાય સમય બાદ ચીને માન્યું કે તેના પણ સૈનિકોનાં પણ મોત થયા છે.

        ઝાઓ એ પત્રકાર પરિષદમાં એ પણ જણાવ્યું કે ચીની કંપનીઓનાં માલને કસ્ટમ ડ્યૂટી મોડેથી  મળી રહી હોવાના સમાચાર વચ્ચે ચીની કંપનીઓને સડક પરિવહન યોજનાઓમાં સામેલ થવાથી રોકવાનાં ભારતનાં ફેસલા બાદ બેજીંગ પણ ભારતમાં પોતાના ધંધાનાં અધિકાર માટે જરૂરી પગલા ઉઠાવશે. તેમણે કહ્યું કે ભારતે ચીન પર ખોટી રીતે અનુમાન નહી લગાડવા જોઈએ, અમને આશા છે કે તે અમારા દ્વિ પક્ષીય સંબંધોને જાળવી રાખવા ચીન સાથે મળીને કામ કરશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati