ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ રાહુલ અને પ્રિયંકા ઉતર્યા રસ્તા પર, અજય કુમાર લલ્લુની યુપી પોલીસે કરી ધરપકડ

ઉતરપ્રદેશ કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરવાની ઘટનાની નિંદા કરી શર્મનાક ગણાવી છે. કોંગ્રેસે કહ્યું કે જો ઉત્તરપ્રદેશની યોગી સરકાર એમ વિચારતી હોય કે ધરપકડ કરીને તેઓ ખેડૂતોનો અવાજ દબાવી દેશે તો આ અમનો ભ્રમ છે.

ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ રાહુલ અને પ્રિયંકા ઉતર્યા રસ્તા પર, અજય કુમાર લલ્લુની યુપી પોલીસે કરી ધરપકડ
દિલ્હીમાં LG આવાસને ઘેરવાની રેલીમાં જોડાયા રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા

કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારના ત્રણેય ખેડૂત કાયદાઓને રદ્દ કરવાની માંગ સાથે શુક્રવારે દેશભરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખેડૂત અધિકાર દિવસ મનાવી રહી છે. ખેડૂત અધિકાર દિવસ અંતર્ગત કોંગ્રેસ દેશભરમાં વિવિધ રાજ્યોના રાજભવન અને કેન્દ્ર શાસિત પ્રદેશોના LG આવાસનો ઘેરાવ કરી રહી છે.

દિલ્હીમાં LG આવાસને ઘેરવાની રેલીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા જોડાયા. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો જોડાયા.

ઉત્તરપ્રદેશમાં જય કુમાર લલ્લુની ધરપકડ
ઉત્તરપ્રદેશમાં પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાયકર્તાઓ રસ્તા પર ઉતર્યા અને રાજભવનને ઘેરવાનો પ્રયત્ન કર્યો. રાજભવનને ઘેરવા દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસે રાજયના કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લુની ધરપકડ કરી. ધરપકડ કરવામાં આવતા અજય કુમાર લલ્લુએ કહ્યું કે ભાજપા સરકાર અમને આંદોલન કરવાથી અને રેલી કરવાથી રોકી રહી છે. અજય કુમાર લલ્લુએ કહ્યું કે ગત રાત્રિથી જ એમના ઘરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું. સાથે જ એમણે કહ્યું કે ભાજપા સરકાર એ જાણી લે કે આ દેશ ખેડૂતોનો છે, મૂડીવાદીઓની જાગીર નથી. ખેતી અને ખેડૂતો પર ગુંડાગિરી સહન કરવામાં નહીં આવે. એમણે કહ્યું સરકારે કાળા ખેડૂત કાયદાઓ પાછા લેવા જ પડશે.

કોંગ્રેસે અજય કુમારની ધરપકડની નિંદા કરી
ઉતરપ્રદેશ કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરવાની ઘટનાની નિંદા કરી શર્મનાક ગણાવી છે. કોંગ્રેસે કહ્યું કે જો ઉત્તરપ્રદેશની યોગી સરકાર એમ વિચારતી હોય કે ધરપકડ કરીને તેઓ ખેડૂતોનો અવાજ દબાવી દેશે તો આ અમનો ભ્રમ છે. અન્નદાતાનો અવાજ તાનાશાહી સરકાર ક્યારેય બંદ નહીં કરી શકે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati