ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવ્યો
ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષિત ગણાવ્યો છે. કોર્ટે મહિલા આરોપી શશિ સિંહને પણ દોષિત જાહેર કરી છે. શશિ સિંહ નોકરીના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈને જતી હતી. જે બાદ સેંગરે પીડિતા સાથે દુષ્કર્મ કર્યો હતો. દોષિત ઠેરવ્યા બાદ 19 ડિસેમ્બરે સજાની સુનાવણી થશે. આ પણ વાંચોઃ ગૃહપ્રધાન અમિત […]

ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષિત ગણાવ્યો છે. કોર્ટે મહિલા આરોપી શશિ સિંહને પણ દોષિત જાહેર કરી છે. શશિ સિંહ નોકરીના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈને જતી હતી. જે બાદ સેંગરે પીડિતા સાથે દુષ્કર્મ કર્યો હતો. દોષિત ઠેરવ્યા બાદ 19 ડિસેમ્બરે સજાની સુનાવણી થશે.

તીસ હજારી કોર્ટે તપાસ એજન્સી CBIને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, પીડિતાએ પોતાના પરિવારની સુરક્ષાને લઈને મોડી ફરિયાદ નોંધાવી હતી. અને પીડિતાની સ્થિતિને અમે સમજી શકીએ છીએ. પરંતુ કોર્ટે કહ્યું કે, ગેંગરેપ કેસમાં CBIએ ચાર્જશીટ દાખલ કરવામાં એક વર્ષ લગાવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શું છે મામલો?
જૂન 2017માં કુલદીપસિંહ સેંગરે પીડિતાનું અપહરણ અને દુષ્કર્મ કર્યું હતું. આ દરમિયાન તે સગીર હતી. યુપીના બાંગરમઉથી ચાર વખત ધારાસભ્ય બનેલા સેંગરને ઓગસ્ટ 2019માં ભાજપે નિષ્કાસિત કર્યો હતો.

