ઘટનાક્રમ સમજો, કેટલાક ભાગલાવાદી વૈશ્વિક સંગઠન નથી ઈચ્છતા ભારતનો વિકાસઃ અમિત શાહ

Pegasus : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસને પણ આડે હાથે લેતા કહ્યું કે, કોંગ્રેસ પાસે લોકતંત્રને કચડી નાખવાનો બહુ સારો અનુભવ છે

ઘટનાક્રમ સમજો, કેટલાક ભાગલાવાદી વૈશ્વિક સંગઠન નથી ઈચ્છતા ભારતનો વિકાસઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 19, 2021 | 10:07 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, જાસુસી મુદ્દે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, ઘટનાક્રમ સમજો, કેટલાક વૈશ્વિક સંગઠનો ભારતનો વિકાસ નથી ઈચ્છતા. તેમણે કહેવાતા જાસુસી અંગે રિપોર્ટ જાહેર થવાનો સમયને ટાંકીને કહ્યુ છે કે, સંસદની કાર્યવાહી ખોરવી નાખવાના બનાવને અને આ કહેવાતા અહેવાલને જોડીને જોવાની જરૂર છે. આ ભાગલાવાદી વૈશ્વિક સંગઠન છે જે ભારતની પ્રગતિને પસંદ નથી કરતુ. ભારતમાં અવરોધ ઉભો કરીને દેશની પ્રગતિને અટકાવવાનું કામ કરી રહ્યું છે. ભારતીય આ બાબતને સારી રીતે સમજવા માટે પરિપકવ છે.

અમિત શાહે કહ્યુ છે કે, ગઈકાલે કેટલાક અહેવાલો જોયા તેમાં એક જ હેતુ સાથે ચોક્કસ વર્ગ દ્વારા શેર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં નવા પ્રધાનોના પરીચય કરાવવા નહી દેવા અંગે અમિત શાહે કહ્યુ કે આ એવા લોકો છે જે ભારતની પ્રગતિને જરા પણ સહન નથી કરી શકતા. સંસદના ચોમાસુ સત્રથી અનેક લોકોને સરકાર પ્રત્યે અપેક્ષા છે. ખાસ કરીને ખેડૂતો, યુવાનો, મહિલાઓ, સમાજના નબળા લોકોના કલ્યાણકારી મહત્વના વિધેયક ઉપર ચર્ચા માટે તૈયારી કરવામાં આવી છે.

અમિત શાહે કોંગ્રેસને પણ આડે હાથે લેતા કહ્યું કે, કોંગ્રેસ પાસે લોકતંત્રને કચડી નાખવાનો બહુ સારો અનુભવ છે. હવે તે સંસદમાં લોકશાહી પ્રક્રીયાને ખોરવી નાખીને સંસદમાં પ્રગતિશીલ બાબતોને પાટા પરથી ઉતારી નાખવાનો પ્રયાસ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પત્રકારો, પ્રધાનો, અગ્રણી રાજકીય નેતાઓના ફોન ટેપિગ કરવા માટે ભારત દ્વારા ઈઝરાયેલના સ્પાય સોફ્ટવેર પેગાસસનો (Israeli spy software Pegasus ) ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો મુદ્દો વિપક્ષે ઉઠાવ્યો હતો. અને આજે સોમવારથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસની કાર્યવાહી ખોરવી નાખી હતી. જો કે, લોકસભામાં આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે, સરકાર કોઈની જાસુસી કરતી નથી અને વિપક્ષ દ્વારા ઉઠાવેલા મુદ્દો પાયાવિહીન હોવાનુ નિવેદન ગૃહમાં કર્યુ હતુ.

આ પણ વાંચોઃ Pegasus Report: જાસુસી મુદ્દે કોંગ્રેસ દેશમાં પાયાવિહોણા એજન્ડા તૈયાર કરી રહી છેઃ ભાજપનો વળતો પ્રહાર

આ પણ વાંચોઃ યોગી પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો તેજ, ચૂંટણીને અનુલક્ષીને કરાશે પ્રધાનમંડળનું વિસ્તરણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati